• રવિવાર, 12 જુલાઈ, 2026

ગિરનાર પર બાળનો કાળ બન્યો સિંહ

જૂનાગઢ, તા. 11 : ગિરનારના દર્શને આવેલા ખેડાના પરિવારના 11 વર્ષના બાળકને પરિવારની નજર સામે જ સિંહે ઉપાડી જઈ ફાડી ખાતા અરેરાટી ફેલાઈ છે. ગિરનાર સીડીના ઈતિહાસમાં પહેલી વખત બનેલી આવી ઘટનાથી યાત્રિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આજે વહેલી સવારે ગિરનાર પર્વતના 50 પગથિયે આ ઘટના બની હતી. જેમાં ખેડા પંથકના એક પરિવારની નજર સામે તેમના 11 વર્ષના માસુમ પુત્રને સિંહ ઉઠાવી જંગલમાં ફાડી  ખાધો હતો. વન વિભાગના 70 જેટલા જવાનોએ ત્રણ પાઠડા સિંહોને પીંજરે પુરી  પરીક્ષણ કરતા એક નર પાઠડા સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષ મળી  આવ્યા હતા. આ બનાવની વિગત પ્રમાણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના મયુરાસિંહ શકરાભાઈ ચૌહાણ અને તેમના આઠ સભ્યોનો પરિવાર ગિરનારના દર્શને આવ્યો હતો ભવનાથમાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે ગિરનાર ચડવાનો પ્રારંભ કર્યો હતો. ત્યાં 50 પગથીએ તેમના 11 વર્ષના પુત્ર મહેન્દ્રાસિંહને સીડીની બાજુમાં છુપાયેલ સિંહે ઉઠાવી જંગલમાં ઢસડી જઈ ફાડી ખાધો  હતો. પરિવારની નજર સામે 11 વર્ષના માસુમ પુત્રને સિંહ ઉઠાવી જતા આ પરિવાર બે બાકડો થઈ ગયો હતો. અને પોલીસને જાણ કરતા પોલીસ અને વન વિભાગ  ઘટના સ્થળે દોડી આવી આસપાસના જંગલમાં તપાસ કરતા સીડી થી 100 મીટર દૂર બાળકના અવશેષો અને કપડાં મળી આવ્યા હતા. આ બનાવથી વન વિભાગ હરકતમાં આવ્યો હતો અને ડીસીએફ અક્ષય જોશીની સૂચનાથી જૂનાગઢ વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ અને સાસણ રેસ્ક્યુ ટીમના 70 જેટલા જવાનોએ શોધખોળ કરી આ વિસ્તારમાં વિહરતા ત્રણ સિંહોને બેભાન કરી પિંજરે પુરી પરીક્ષણ માટે સક્કર બાગ ઝુ માં મોકલવામાં આવ્યા હતા. તેમાં એક સિંહની ઉલટી માંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા.

બે હજાર પગથિયા સુધી ફેન્સીંગ કરવા વિચારણા

આવી ઘટના રોકવા ટ્રાસકફોસૅની રચના કરાશે અને સીડી પર 2000 પગથિયા સુધી ફેન્સીંગ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરાશે ,સીડી વિસ્તારમાં વન વિભાગ ની તપાસ બાદ આવતીકાલથી ગિરનારની સીડી ચાલુ કરાશે અને સરકારી નિયમ મુજબ બાળકના પરિવારને રૂ.10,00,000 નું વળતર અપાશે એમ અક્ષય જોશીએ કહ્યું હતું.

Panchang

dd