• રવિવાર, 12 જુલાઈ, 2026

ભારત પર 500 ટકા ટેરિફ ઝીંકાશે ?

નવી દિલ્હી, તા. 11 : યુદ્ધવિરામ ખતમ થયાની ટ્રમ્પની  ઘોષણા બાદ ક્રૂડતેલની કિંમતોમાં ફરી ઉછાળા વચ્ચે ભારત માટે ચિંતાજનક લેખી શકાય તેવાં પગલાંમાં અમેરિકા 500 ટકા સુધી ટેરિફ ઝીંકી શકે છે વાત જાણે એમ છે કે, રશિયા પાસેથી ભારત દ્વારા તેલ ખરીદીથી અમેરિકાનું પેટ દુ:ખે છે. અમેરિકી સાંસદો સંસદમાં નવો ખરડો રજૂ કરશે, જે ભારતની મુશ્કેલી વધારી શકે છે. અમેરિકાના ચાર વરિષ્ઠ સાંસદે રૂસ પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર કડક આર્થિક કાર્યવાહી માટે એક નવો કાયદો લાવવાની ઘોષણા કરી છે. તેમનું કહેવું છે કે, રશિયા પર દબાણ વધારવા માટે એ દેશોને નિશાન બનાવવા જોઇએ જે રૂસી તેલ-ગેસ ખરીદે છે. આ કાયદાના પ્રારંભિક મુસદ્દામાં રૂસી ઊર્જા ખરીદી કરતા દેશોના સામાન પર 500 ટકા સુધી ટેરિફનો પ્રસ્તાવ અપાયો હતો. અમેરિકી સાંસદોનું માનવું છે કે, તેલ-ગેસ ખરીદતા દેશોમાંથી થતી કમાણી રશિયાને યુક્રેન સામે યુદ્ધ જારી રાખવાનું આર્થિક બળ આપે છે.

Panchang

dd