ગાંધીધામ,તા.11 : અંજાર ના મેઘપર બોરીચીમાં રહેણાંક મકાનમાંથી પોલીસે
દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. રાઘવ રેસીડેન્સીમાં મકાન નં.50 માં
દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસ અહીં ત્રાટકી હતી. આ સ્થળે શોધખોળ દરમ્યાન ભારતીય
બનાવટ નો અંગ્રેજી દારૂની બોટલ નં.17 કિં.રૂા.51 હજાર, 750 એમ.એલ
ની બોટલ નં 36 કિં.રૂા.24696 તથા બીયર ટીન નં.120 કિં.રૂા. 23064 સાથે કુલ રૂા.98,760 નો મુદામાલ હસ્તગત લેવાયો હતો. આ કાર્યવાહીમાં આરોપી રઘુવીરસિંહ સબળસિંહ જાડેજાની
ધરપકડ કરવામાં આવી હતી. જયારે આ પ્રકરણમાં આરોપી પ્રતિપાલસિંહ જાડેજાનુ નામ સપાટી ઉપર
આવ્યુ હતું. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.