નવી દિલ્હી, તા. 11 : કોમનવેલ્થ ગેમ્સ પહેલા
ભારતીય સ્પ્રિંટર અનિમેષ કુજૂરે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીમાં ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષીય અનિમેષે વેટ્ઝલારમાં આયોજિત ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ
લેગ્સ મીટ (વર્લ્ડ એથલેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર)ની 100 મીટર ઇવેન્ટમાં 10.14 સેકન્ડનો સમય નોંધાવીને બીજું સ્થાન મેળવ્યું હતું.
આ વિદેશી ધરતી ઉપર કોઈપણ ભારતીય દોડવીરનો અત્યારસુધીનો સૌથી ઝડપી સમય છે. અનિમેષે શુક્રવારે
પહેલા હીટમાં 10.19 સેકન્ડનો સમય લઈને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બાદમાં
ફાઇનલમાં પ્રદર્શનમાં સુધારો કરતા 10.14 સેકન્ડનો
નવો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. આ સમય ભારતના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 મીટર પ્રદર્શન પણ બન્યો છે. રાષ્ટ્રીય રેકોર્ડ વર્તમાન
સમયે ગુરિંદરવીર સિંહનાં નામે છે. જેણે રાંચીમાં ફેડરેશન કપ દરમિયાન 10.09 સેકન્ડના સમય સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
અનિમેષ આ રેકોર્ડથી માત્ર 0.05 સેકન્ડ પાછળ રહી ગયો
હતો. અનિમેષ કુજૂર હવે ભારતના ઈતિહાસમાં 100 મીટરના
પાંચ સૌથી ઝડપી સમયમાંથી ત્રણમાં સામેલ છે. ગરિંદરવીર પહેલા નેશનલ રેકોર્ડ પણ અનિમેષનાં
નામે હતો. સતત સારાં પ્રદર્શને અનિમેષને ભારતીય એથલેટિક્સના સૌથી ભરોસાપાત્ર સ્પ્રિંટરમાં
સામેલ કર્યો છે.