ભુજ, તા. 11 : અહીંના બહુમાળી ભવનનો
કોન્ટ્રાક્ટ અઠવાડિયા પહેલાં પૂરો થઈ ગયો હોવાથી સફાઈ નહીં થવાથી ગંદકીના ઠેર-ઠેર ઢગલા
જામવા લાગ્યા છે. વર્તમાનમાં ભરતીની ખરાઈ અને જાતીના દાખલા અંગેની કાર્યવાહી ચાલતી
હોવાથી નાગરિકોની ભીડ વધુ જોવા મળે છે અને વરસાદ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ગંદકીનો
બેફામ વધારો ભવનની સુંદરતા અને સ્વચ્છતા તરફ સીધો સવાલ બની સામે આવે છે. કોન્ટ્રાક્ટ
રીન્યુ કરવા અથવા નવો કોન્ટ્રાક્ટ ફાળવવાની કાર્યવાહી મુદ્દત પહેલાં જ પૂર્ણ થવાની
બદલે જ્યાં સુધી ગંદકીથી ત્રસ્ત લોકો રોગનો શિકાર ન બને ત્યાં સુધી રાહ જોવાનો કોઈ
મતલબ રહેતો નથી એવું મુલાકાતીઓએ જણાવ્યું હતું. તાજેતરમાં નગરપાલિકા તમામ 8 વોર્ડની સફાઈ માટે ઝૂંબેશનો શુભારંભ કર્યો છે ત્યારે
આ સરકારી ઈમારત તેમના લક્ષ્યમાં પ્રથમ સ્થાને આવે એવી માંગ નગરજનોએ કરી હતી.