ભુજ, તા. 22 : અલ નીનોની અસર તળે
આ વખતે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાંનું આગમન વિલંબમાં મુકાયું છે. સામાન્ય રીતે
કચ્છમાં 20થી 2પ
જૂન વચ્ચે ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વખતે મુંબઈમાં પણ હજુ નૈઋઍત્યનાં ચોમાસાંનો સત્તાવાર પ્રવેશ હજુ થયો
નથી. વરસાદનું આગમન લંબાતાં કચ્છમાં સૌથી વધુ વિકટ સ્થિતિ જળસંગ્રહનાં ક્ષેત્રે થવાની
છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના ડેમોમાં માત્ર 27 ટકા,
તો નાની સિંચાઈના ડેમોમાં માત્ર 13 ટકા જ જથ્થો બચ્યો છે. વરસાદનું આગમન હજુ ખેંચાય તો
કચ્છમાં જળસંકટની સ્થિતિ વધુ કપરી બને તેમ છે.
રાજ્યમાં સૌથી ઓછો જળસંગ્રહ કચ્છમાં
સિંચાઈ વિભાગમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર મધ્યમ
સિંચાઈ યોજનાના 20 ડેમમાં હાલઈ માંડ 88.1 મિલિયન
ક્યુબિક મીટર પાણીનો જથ્થો બચ્યો છે,
જે કુલ જળસંગ્રહ ક્ષમતાના 27 ટકા જેટલો થવા જાય છે. રાજ્યમાં ઝોનવાઈઝ સ્થિતિ જોવા જઈએ તો સૌથી ઓછો જળસંગ્રહ
કચ્છમાં થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બે ટકા ઓછું પાણી સંગ્રહિત છે.
પાંચ ડેમ તળિયાઝાટક
20 પૈકીના પાંચ ડેમ કાલિયા, રુદ્રમાતા, કાસવતી,
નિરોણા અને ગજોડ ડેમ એવા છે કે, જે સાવ તળિયાઝાટક
થઈ ગયા છે, તો કુલ ડેમના પ0 ટકા ડેમ એવા છે કે, જેમાં 30 ટકા
આસપાસનો પાણીનો જથ્થો માંડ બચ્યો છે. પાંચ જ ડોમ એવા છે કે, જેમાં કંઈક અંશે પૂરતાં પ્રમાણમાં
જળનો જથ્થો સંગ્રહિત છે.
નાની સિંચાઈ ડેમોની સ્થિતિ વધુ ખરાબ
મધ્યમ ડેમોની સરખામણીએ કચ્છમાં નાની સિંચાઈના ડેમોની
સ્થિતિ વધુ ખરાબ દેખાઈ રહી છે. જિ. પંચાયત સિંચાઈ વિભાગમાંથી મળેલા આંકડા પર એક નજર
કરીએ તો 170માંથી 119 ડેમમાં
તળિયા દેખાઈ ગયા છે. 10,691 મિલિયન ક્યુબિક મીટરની
સંગ્રહક્ષમતા સામે માંડ 1434 એમસીએફટી પાણીનો જથ્થો
બચ્યો છે. નાની સિંચાઈના ડેમોની ટકાવારી 13 ટકા
થવા જાય છે, જેમાંથી ઉપયોગમાં
લઈ શકાય તેવો જીવંત જથ્થો માંડ આઠ ટકા જેટલો છે.
સ્થિતિ વધુ કપરી બનવાનાં એંધાણ
કચ્છમાં વરસાદ ખેંચાયો છે અને આગામી સપ્તાહ દરમિયાન
પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. હાલની સ્થિતિને ધ્યાને
લઈએ તો જુલાઈના પ્રથમ પખવાડિયાં સુધી હાલ ઉપલબ્ધ પાણીનો જથ્થો ચાલી શેક તેમ છે. એ પછીય
જો વરસાદ સાર્વત્રિક નહીં વરસે તો જળસંકટ કપરું બનવાનાં સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યાં
છે.