• શનિવાર, 16 મે, 2026

મુંદરામાં વસ્તી ગણતરી માટે 75 બ્લોક નિર્ધારિત; તાલીમ પૂર્ણ

મુંદરા, તા. 15 :  તા. 1 જૂનથી મુંદરા શહેર વિસ્તારમાં વસ્તી ગણતરીનો  પ્રારંભ થશે, જે માટે શહેરમાં કુલ 75 ગણતરી બ્લોક નિર્ધારિત કરાયા છે અને દરેક બ્લોક માટે તાલીમબદ્ધ ગણતરીદારો તથા સુપરવાઇઝરોની નિમણૂક કરાઇ છે. શુક્રવારે મુંદરા બારોઈ નગરપાલિકા ખાતે વસ્તી ગણતરી  2027 કાર્યક્રમ અંતર્ગત ગણતરીદાર (Enumerator) તથા સુપરવાઇઝરોની તાલીમ પૂર્ણ કરાઇ  હતી.તાલીમ દરમિયાન તમામ કર્મચારીઓને વસ્તી ગણતરીની પ્રક્રિયા, મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ, ઘર યાદી તૈયાર કરવાની પદ્ધતિ, ડેટાની ચોકસાઈ તથા ડિજિટલ ગણતરી પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ તાલીમ ફિલ્ડ ટ્રેનર  એ. વી . ગઢવી, દિગ્વિજયાસિંહ ઝાલા, હિરેન કરંગિયા,  ચંદુભાઈ ગોહિલ તથા  કૃપાલાસિંહ ઝાલા દ્વારા અપાઈ હતી. તાલીમ જિલ્લા સ્તરના માસ્ટર ટ્રેનર તથા મુંદરા-બારોઈ નગરપાલિકાના  ચીફ ઓફિસર અને આ વિસ્તારના ચાર્જ અધિકારી  વૈભવ વ્યાસનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. - જાતે ફોર્મની ઓનલાઈન સુવિધા : આ વખતે વસ્તી ગણતરીમાં Self Enumerationની સુવિધા પણ ઉપલબ્ધ છે. નાગરિકો તા. 17/5થી તા. 31/5 દરમિયાન પોતે જ ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકશે. તેના માટે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ Census of India Self Enumeration Portal " પર જઈ વિગતો ભરવાની રહેશે. નાગરિકોએ પહેલાં મો. નંબર દ્વારા રજિસ્ટ્રેશન કર્યા ત્યારબાદ ઓટીપી  લોગિન કરવું રહેશે. એ બાદ પરિવારની વિગતો, રહેઠાણ સંબંધિત માહિતી તથા અન્ય જરૂરી વિગતો ઓનલાઈન નોંધાવી શકાશે. સફળ એન્ટ્રી બાદ એક રેફરન્સ નંબર (SE ID) જનરેટ થશે, જે ભવિષ્યમાં ચકાસણી માટે ઉપયોગી રહેશે, જે સાચવી રાખવાનો રહેશે. નગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે, ગણતરી માટે આવનાર અધિકૃત કર્મચારીઓને સહકાર આપે તથા Self Enumeration જેવી નવી ડિજિટલ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરે. 

Panchang

dd