કેરા (તા. ભુજ), તા. 15 : અહીંના લેવા પટેલ સમાજના
14મા સમૂહલગ્નોત્સવમાં ચાર નવદંપતીએ પ્રભુતામાં
પગલાં માંડયાં હતાં. ઉપસ્થિતોએ સામૂહિક કરિયાવર કર્યું હતું. મુખ્ય યજમાન રવજીભાઇ ગોવિંદ
વરસાણી, અ.નિ. જસુબાઇ જેઠા હાલાઇ હસ્તે હરીશ શિવજી હીરાણી, કુંવરજી નારદાણી, પ્રેમજી
કેશરા કેરાઇ, ખીમજી ભુવા, હિતેશ ભુડિયા, રામજી હાલાઇ, ઘનશ્યામ ટપરિયા, કરશન હીરાણી,
અલ્પેશ મેપાણી, નારાણ ભુડિયા, કાંતિ વેકરિયા, સ્વ. દીપક નારદાણી, રમેશ વરસાણી, અ.નિ.
કુરજી ધનજી ચોથા હસ્તે સુરેશ ભુવા જેના કાયમી દાતા છે તેવા કેરા લેવા પટેલ સમાજના આયોજનમાં
ચાર નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડતાં આશીર્વાદ અપાયા હતા. આ પ્રસંગે ભુજ સમાજ પ્રમુખ
વેલજીભાઇ પિંડોરિયા, રવજી કેરાઇ, મંત્રી કરશનભાઇ મેપાણીએ કન્યા વિદાય આપી હતી. રવજીભાઇ
ગોરસિયા, ગોપાલ વેકરિયા જોડાયા હતા. આ પ્રસંગે દાતા રવજીભાઇ વરસાણીએ પરિવારમાં સંપ
રાખવા ભલામણ કરી હતી. રાત્રે ઠાકોરજીની પધરામણી-રાસોત્સવ યોજાયા હતા. સમાજ સાથે કેરા
યુવક સંઘ, સમૂહલગ્ન સમિતિએ જહેમત ઉઠાવી હતી. દાતા ઘનશ્યામભાઇ ટપરિયા, હિતેશ ભુડિયા,
પ્રેમજી કેશરા કેરાઇ, રવજી રાધેશ્યામ, ધીરજલાલ લાધાણી, જેઠાલાલ સવાણી, કુન્દનપર મંદિર
પ્રમુખ નારાણભાઇ કેરાઇ, કિશોર નારદાણી, નવીનભાઇ પાંચાણી, સરપંચ મદનગિરિ ગોસ્વામી, તલાટી
મંત્રી પ્રભુભાઇ સુતાર, સુખદેવ ગુર્જરે લગ્ન રજિસ્ટ્રેશનમાં સહયોગ આપ્યો હતો.