ભુજ, તા. 17 : સુનિયોજિત અને શિસ્ત સાથે કાર્ય
કરતી રોટરી સંસ્થામાં ક્લબની કામગીરીને ચકાસવા અને પોતાનું માર્ગદર્શન આપવા માટે વર્ષમાં
એકવાર ડિસ્ટ્રીક્ટ ગવર્નર મુલાકાત લેતા હોય છે અને દરેક ક્લબ માટે આ મહત્ત્વનો અવસર
બની રહેતો હોય છે. રોટરી ડિસ્ટ્રીક્ટ 3055ના ગવર્નર નિગમ ચૌધરીએ ભુજ વોલસિટી ક્લબની મુલાકાત લીધી હતી
અને ક્લબની સેવાકીય પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું હતું. દીપ પ્રાગટય બાદ તેમનું સ્વાગત
ક્લબ પ્રમુખ હર્ષદ ભીંડે, જોઇન્ટ સેક્રેટરી
ડો. લવ કતિરા, ચાર્ટર પ્રમુખ સતીષ દાવડા તથા એક્ઝિક્યુટિવ સેક્રેટરી
દત્તુ ત્રિવેદીએ કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત આસિસ્ટન્ટ ગવર્નર ધર્મેશ મહેતાનું
સ્વાગત અમિત ચૌહાણ ઉપરાંત આનંદ મોરબિયા, તારક ઠક્કર, ધવલ રાવલ, ભરત
લોહારે કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન ઉપસ્થિત પ્રજ્ઞા નિગમ ચૌધરીનું સન્માન દીપા
હર્ષદ ભીંડે તથા યામિની દર્શન ઠક્કરે કર્યું હતું. સન્માન પહેલાં પૂર્વ પ્રમુખ રાજન
મહેતાએ ફોર વે ટેસ્ટનું વાંચન કર્યું હતું. ડો. લવ કતિરાએ વર્ષ દરમ્યાન ક્લબ દ્વારા
કરાયેલ સેવાકીય કાર્યનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું. પ્રમુખસ્થાનેથી હર્ષદ ભીંડેએ
પોતાના આવનારા સમય દરમ્યાન કરવાના પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે
શ્રી ચૌધરીએ વોલસિટી ક્લબની કાબેલિયત ખૂબ જ મોટી હોવાથી હવે તેમણે આગળ આવી સીમાચિહ્નરૂપ
કાર્ય કરવા જોઇએ તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી, સાથે ક્લબ રોટરીના
આયામની સાથે રાખી ખૂબ સારા કાર્યો કરે છે, તે બદલ શુભેચ્છા પાઠવી
હતી, તો આસિ. ગવર્નર ધર્મેશ મહેતાએ પોતાની જ ક્લબને વધુ ને વધુ
સારા કાર્યો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉપસ્થિત ઇન્ટરેક્ટ ક્લબના પ્રિશા ઠક્કર અને ક્ષિતિન
મોતાનું સન્માન પ્રિતેશ ઠક્કર અને દ્વિજેશ આચાર્યે કર્યું હતું. સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન
આપનાર આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના ડો. પરેશ પી. ઠક્કરને મંચસ્થ મહાનુભાવોના હસ્તે વોકેશનલ
એવોર્ડ સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારુરૂપે ખજાનચી રિતેશ સંઘવીએ
કર્યું હતું, તો આભારવિધિ જયેશ જોષીએ કરી હતી. જયંત ઠક્કર, રાજેશ માણેક, જેકી ઠક્કર, મેહુલ ઠક્કર તથા ખાસ ઉપસ્થિતિ તરીકે હેમાંગી
ધર્મેશ મહેતા હાજર રહ્યા હતા.