• શનિવાર, 18 એપ્રિલ, 2026

ભુજ લાયન્સ હોસ્પિટલમાં 115 દર્દીઓની મફત નેત્ર શસ્ત્રક્રિયા

ભુજ, તા. 17 : અહીંની એલ.એન.એમ લાયન્સ હોસ્પિટલમાં દ્રષ્ટિ સેવા અંતર્ગત ત્રિદિવસીય ફ્રી મેગા આઈ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. હેમલતાબેન જગદીશ વરસાણીની પુણ્યસ્મૃતિમાં માધાપર-યુકેના દાતા જગદીશ દેવશી વરસાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા કેમ્પમાં કુલ 115 જરૂરિયાતમંદ દર્દીઓના મફત આંખના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. અમદાવાદના નિષ્ણાંત સર્જનો દ્વારા ટાંકા વગરની આધુનિક પદ્ધતિથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઓપરેશનો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દાતા પરિવાર અને ઉપસ્થિત મહેમાનોનું શાલ, પાઘડી અને સ્મૃતિચિન્હથી સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતાએ સંબોધનમાં જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા ફ્રી કિડની ડાયાલીસિસ, નેત્ર કેમ્પ, દંત ચિકિત્સા, ઓડિઓમેટ્રી, પેથોલોજી લેબ અને એમ્બ્યુલન્સ જેવી સેવાઓ સતત આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 45,000થી વધુ મફત આંખના ઓપરેશનો કરવામાં આવ્યા છે. આ પ્રસંગે લાયન્સ ક્લબના વાડીલાલ ઠાકરાણીસંદિપ ખીરા, રાજેશ મોહીનાનીદિનેશભાઈ ઠક્કર,લાયન નરેશ-ભાઈ દાવડા,લાયન અમીરઅલી ખોજા, સામજીભાઈ કેરાઈ, ચંદ્રાસિંહ,લાયન જુનિત રાઠોડ, મયુર મહેતા, ચંદ્રકાન્ત સોની, હીરજી વરસાર્ણિઅજિતાસિંહ રાઠોડસંજય દેસાઇ,શૈલેષ માણેકનવીન મેહતામનસુખ શાહકમલબેન જોશી, અનુપ કોટક,કેમ્પમાં ઓપરેશન માટે આવેલા દર્દીઓ બરદાસીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તરીકે મીના મેહતાએ સેવા આપી હતી. સંચાલન અભય શાહે જ્યારે આભારવિધિ કિંચન ઠક્કરે કરી હતી. 

Panchang

dd