• શનિવાર, 18 એપ્રિલ, 2026

ભુજ આરટીઓમાં બપોર બાદ ટ્રેક બંધ ?

ભુજતા.17  : ભુજ આરટીઓ કચેરીમાં લાયસન્સ ટ્રેક  પર આજે બપોર બાદની એપોઈન્ટમેન્ટ રદ કરીને પરીક્ષા લેવાનું બંધ કરવામાં આવતાં અનેક અરજદારોને ભારે હાલાકી પડયાની ફરિયાદ ઊઠી હતી. જોકે, સંબંધિત ઈન્સ્પેક્ટરોને ચૂંટણી કામગીરી સબબ તાલીમમાં જવાનું હોવાથી પરીક્ષા કામગીરી બંધ રખાઈ હોવાની સ્પષ્ટતા સાથે જેમની એપોઈન્ટમેન્ટને અસર પહોંચી છે તે તમામને આ સપ્તાહ દરમ્યાન નવી એપોઈન્ટમેન્ટ વિના જ સ્લોટ ફાળવીને પરીક્ષા લઈ લેવામાં આવશે તેમ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું. આરટીઓમાં ટ્રેક એપોઈન્ટમેન્ટ લેવી એ લોઢાના ચણા ચાવવા જેટલી અઘરી હોવાની ચર્ચા વચ્ચે ભુજ આરટીઓમાં આજે પરીક્ષાની કામગીરી બપોર બાદ બંધ રખાતાં અને જેમની બપોરના સમય બાદની એપોઈન્ટમેન્ટ હતી તે લોકોને પરત જવાનું કહેવાતાં આ વર્ગમાં કચવાટ અને નારાજગી ફેલાઈ હતી. દરમ્યાન, આરટીઓ પાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે ઈન્સ્પેક્ટરોને ચૂંટણી ફરજમાં મુકાયા બાદ આજે બપોર બાદ તેમને તાલીમમાં જવાનું હોવાથી  લાયસન્સ પરીક્ષા બંધ રાખવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે જેમની પણ બપોર બાદની એપોઈન્ટમેન્ટ હતી અને જેમની પરીક્ષા નથી  લેવા તેમને નવી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર રહેશે નહી અને તેમને આ સપ્તાહ દરમ્યાન સ્લોટ ફાળવીને પરીક્ષા લઈ લેવામાં આવશે. 

Panchang

dd