માંડવી, તા. 13 : સેવા, સ્નેહ અને સમર્પણના
સિદ્ધાંતને વરેલી માંડવીની સંસ્થા માંડવી જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા
તાજેતરમાં દાતાના સહયોગથી નિ:શુલ્ક છાશ કેન્દ્ર અને પાણીની પરબ ખુલ્લા મુકાયા હતા.
આંબા બજારમાં માંડવી ત્રણગચ્છ જૈન સંઘ અને અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયૂરભાઈ શાહના
પ્રમુખપદે તથા માંડવી સેવા મંડળના પ્રમુખ અશોક શાહ, માંડવી
સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશ શાહના અતિથિવિશેષ પદે ઠંડાં પાણીની પરબ
ખુલ્લી મુકાઈ હતી. દાતા લહેરીકુમાર હિમંતલાલ શાહની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે
પલ્લવીબેન લહેરીકુમાર શાહનો સહયોગ મળ્યો હતો. આઝાદચોકમાં જશુમતીબેન મણિલાલ વોરાના
સ્મરણાર્થે દીપ્તિબેન ચેતનભાઈ વોરા તરફથી 20 સાધર્મિક પરિવારોને 12 મહિના
સુધી દરરોજના એક-એક લિટર નિ:શુલ્ક છાશ અપાશે. સંજયભાઈ દેવજીભાઈ મહેતા (ડગાળાવાળા)એ
સંસ્થાને અભિનંદન પાઠવી, દાતાનો આભાર માન્યો હતો. મયૂરભાઈ શાહે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની
સરાહના કરી હતી. આ પ્રસંગે પ્રકાશભાઈ, સંસ્થાના કાર્યકરો
અજિતભાઈ પટવા અને લહેરીભાઈ એન. શાહે વ્યવસ્થા સંભાળી હતી.