નવી દિલ્હી, તા. 13 : કોંગ્રેસ
સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે મહિલા અનામતના સંબંધમાં સરકારના
ઈરાદા સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે એક લેખમાં લખ્યું હતું કે, મોદી સરકારનો અસલી
મુદ્દો મહિલા અનામત નહીં, પરંતુ સીમાંકન છે. ચૂંટણી પ્રચાર
વચ્ચે વિશેષ સત્ર યોજવાની જરૂર જ શું છે, તેવો સવાલ સોનિયાએ
કર્યો હતો. કોંગ્રેસનાં મોવડી નેતાએ
કહ્યું હતું કે, પીએમ વિપક્ષી છાવણી પાસે એ ખરડાઓ પર
સમર્થનની અપીલ કરી રહ્યા છે, જેને સરકાર સંસદના વિશેષ
સત્રમાં જબરદસ્તી પસાર કરવા માગે છે. આ ઉતાવળનો એકમાત્ર હેતુ રાજકીય લાભ લેવાનો
છે. તામિલનાડુ, બંગાળમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આવું કરાય છે.