મુંબઇ, તા. 13 : સતત
ત્રણ મેચ ગુમાવી ચૂકેલ મુંબઇ ઇન્ડિયન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીમના સ્ટાર
અને સૌથી અનુભવી બેટર રોહિત શર્મા અનફિટ હોવાથી એક કે બે મેચ ગુમાવી શકે છે.
આરસીબી સામેના મેચમાં રોહિત 13 દડામાં 19 રન
કર્યાં પછી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેની ઇજા હેમસ્ટ્રીંગ સાથે જોડાયેલી છે. મેચ
બાદ સાથી ખેલાડી શેનફોર્ડ રૂધરફોર્ડે જણાવ્યું હતું કે રોહિતની ઈજા વિશે વધુ
જાણકારી નથી, પણ તેના પગના સાથળના ભાગે સ્નાયુ ખેંચાઇ ગયા છે. સ્કેન રિપોર્ટ પછી જ
સ્થિતિ સ્પષ્ટ થશે. આ પછી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે રોહિત શર્મા 16 એપ્રિલે
રમાનાર પંજાબ કિંગ્સ વિરૂધ્ધનો મેચ લગભગ ગુમાવશે. બીજી તરફ આરસીબીનો સ્ટાર વિરાટ
કોહલી પણ અનફિટ છે. તે મુંબઇ સામેના મેચમાં અર્ધસદી કર્યાં પછી ફિલ્ડીંગ કરી શકયો
નહીં. તેની ઇજા વિશે સાથી ખેલાડી કુણાલ પંડયાએ જણાવ્યું કે તેની ઇજા બહુ ગંભીર નથી, પણ મેડિકલ ટીમના મેસેજ
પછી ઇજાની સ્થિતિ સાફ થશે.