ગાંધીધામ, તા. 13: આદિપુરમાં
રહેતા યુવાન ધારાશાત્રી સાથે પ્રેમલગ્ન કરી બાદમાં છુટાછેડા, ભરણ પોષણના કેસ કરી લગ્ન
હયાત હોવા છતાં બીજા લગ્ન કરી તે દરમ્યાન સંતાન પ્રાપ્તિ થતાં પત્ની, સાસુ, સસરા સહિત છ લોકો સામે પોલીસ મથકે ગુનો
નોંધાયો હતો. આદિપુરની આંબેડકર સોસાયટીમાં રહેનાર ધારાશાત્રી રાકેશ મગનલાલ
મહેશ્વરીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન અને નિરાલી
કનૈયાલાલ સોનીએ ગત તા. 9/3/2011નાં ભુજ ખાતે પ્રેમ લગ્ન કરી
નોંધણી કરાવી હતી. તેમના દામ્પત્ય જીવન દરમ્યાન પુત્ર પ્રાપ્ત થયો હતો. આ પ્રેમ
લગ્નથી યુવતીના માતા-પિતા ભગવતીબેન તથા કનૈયાલાલ મણીલાલ સોનીએ ફરિયાદી અનુ. જાતીના
હોવાથી પસંદ નહોતા અને આ બંને પોતાની દીકરીને ચડામણી કરતા ફરિયાદી સામે ઘરેલું
હિંસા, છુટાછેડાના
કેસ કરાયા હતા. બંનેના છુટાછેડા થયા ન હોવા છતાં યુવતીના લગ્ન રાપરના પિયુશ
મહેન્દ્ર સોની સાથે કરાવવામાં આવ્યા હતા. જે દરમ્યાન નિરાલીબેન સોનીએ તા. 11/8/2023ના
પુત્રને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે યુવતી તેના માતા-પિતા તથા રાપરનાં
નિમિષાબેન મહેન્દ્ર સોની, મહેન્દ્ર સોની સામે, પિયુષ સોની સામે ફરિયાદ નોંધી
આગળની તપાસ હાથ ધરી છે.