ગાંધીધામ, તા. 13: અંજારમાં
રેલ્વે સ્ટેશનના ગેટ સામે પાનના ગલ્લા પાસે આંકડો રમાડતા એકને પોલીસે પકડી પાડ્યો
હતો. પોલીસે બપોર એક વાગ્યાના અરસામાં
આકડો રમાડતા આરોપી ભરત ઉર્ફે રાજા વેલજી ભાઈ પારાધી (રહે. નવાનગર રેલવે સ્ટેશન
પાછળ અંજાર)ને રોકડા રૂપિયા 2100 સાથે પકડી પાડ્યો હતો અને તેમની
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.