• મંગળવાર, 14 એપ્રિલ, 2026

જુના કટારીયા નજીક કાર હડફેટે આધેડનું મોત

ગાંધીધામ, તા. 13 : ભચાઉના જુના કટારીયા નજીક માર્ગ ઓળંગતા પુરણસિંહ ખીમસિંઘ રાવત (રાજપુત) (ઉ.વ. 53)ને કારએ હડફેટમાં લેતા આ આધેડે જીવ ખોયો હતો. બીજી બાજુ આડેસર નજીક આગળ ઉભેલા ટ્રેઇલરમાં બાઇક ભટકાતાં નારાણ મોહન બ્રાહ્મણ (વરણવા) (ઉ.વ. 31)નું મોત થયું હતું. તેમજ જુની મોટી ચીરઇમાં  રાજીવ જહાંગીર માંડલ (ઉ.વ. 22) ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. તથા નાની ચીરઇમાં કંપનીમાં કામ કરતા ગોપાલ ગુરૂયાદ મિત્રી (ઉ.વ. 29)ને વિજ શોક ભરખી ગયો હતો.

જુના કટારીયા નજીક સામખિયાળી, મોરબી ધોરીમાર્ગ લક્ષ્મી હોટેલ એચ.આર. પંપ સામે ગઇકાલે રાત્રે  અકસ્માત સર્જાયો હતો. પુરણસિંહ નામના આધેડ પોતાના ટ્રકમાં હિટાચી મશીન ભરી અમદાવાદથી ગાંધીધામ જવા નીકળ્યા હતા ત્યાં ખેમા બાબા હોટેલની સામે તેનો આવોજ બનાવની ફરિયાદ ગોવિન્દસિંહ ભીમસિંહ રાવત મળ્યો હતો બંને  વાહનો ત્યાં મૂકી લક્ષ્મી હોટેલમાં ચા-પાણી પીવા ગયા હતા. ત્યાંથી પરત જતી વેળાએ માર્ગ ઓળંગવા જતાં સામખિયાળી બાજુથી આવતી કાર નંબર જી.જે.-10 ઇ.સી. 4845 એ આધેડને હડફેટમાં લેતા માથુ ફાટી જતાં તેમણે જીવ ખોયો હતો.

બીજો અકસ્માત આડેસરી નજીક રાધનપુર-સામખિયાળી ધોરી માર્ગ ઇન્ડિયન હોટેલની સામે સર્જાયો હતો. નારાણ નામનો યુવાન માખેલ ટોલ પ્લાઝા ટેકસીડલ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં કામ કરતો હતો. તા. 31-3ના નોકરી પુરી કરીને વરણુ પોતાના ઘર બાજુ બાઇક નંબર જી.જે. 12 ઇ.કે. 5805 લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન હોટેલની સામે ટ્રક નંબર આર.જે. પર જી.બી. 9154માં બાઇક ભટકાતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ પલાસવા અને ત્યાંથી મહેસાણા લઇ જવાયો હતો. જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બેદરકારી પૂર્વક વાહન પાર્ક કરવા બદલ ટ્રેઇલર ચાલક સામે કાનજી મોહન બ્રાહ્મણ (વરણવા)એ ગુનો નોંધાવ્યો હતો.

અપમૃત્યુનો બનાવ જુની મોટી ચીરઇ નજીક બજાજ સોલ્ટ કંપનીની શ્રમિક વસાહતમાં બન્યો હતો. અહીં રહેનાર રાજજીવ માંડલ નામના યુંવાને અગમ્ય કારણોસર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. નાની ચીરઇ નજીક તા. 11-4ના રાત્રે બનાવ બન્યો હતો. અહીં પેગાસીન પેનલ કંપનીમાં કામ કરનાર ગોપાલ મિત્રી નામનો યુવાન કંપનીમાં પોતાનું કામ કરી રહ્યો હતો. દરમ્યાન તેને વિજ શોક લાગતા તેનું અકાળે મોત થયું હતું.

Panchang

dd