ભુજ, તા. 13 : ગત
તા. 10/4ના રાત્રે
હાજાપર-થરાવડા રસ્તે અલ્ટો કારમાં આવેલા ત્રણ શખ્સે બાઈકચાલકને ઊભો રખાવી છરી બતાવી
મોબાઈલની લૂંટ ચલાવી હતી, જેમાં એક આરોપીને એલસીબીએ ઝડપી આ લૂંટનો ભેદ ઉકેલી લીધો છે.
એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમે બાતમીના આધારે આ કામના આરોપી 19 વર્ષીય અબ્રાહિમ ઉર્ફે અનવર હુસેન કટિયા (રહે. ખારીરોહર, તા. ગાંધીધામ)ને રેલડીનાં બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો, તેની પૂછતાછ કરતાં જણાવ્યું કે, તે તથા તેનો મોટો ભાઈ
સકીલ ઉર્ફે ઉમર હુસેન કટિયા અને બનેવી જાવેદ લતીફ બાફણ (રહે. નાગિયારી, તા. ભુજ) ત્રણે મોટા ભાઈના સાળાની
અલ્ટો કારથી હાજીપીરના મેળામાં જઈ રહ્યા હતા, ત્યારે હાજાપર-થરાવડા
રસ્તે મોટરસાઈકલસવારને રોકાવી ભાઈ સકીલે છરી બતાવી ધાકધમકી કરી તેની પાસે રોકડ તથા
કિંમતી સામાનની માગણી કરતાં તેની પાસે કંઈ ન હોવાથી ભાઈએ તેનો મોબાઈલ છીનવી ત્રણે ગાડીમાં
બેસી હાજીપીર તરફ ભાગી ગયા હતા. લૂંટનો મોબાઈલ સકીલ પાસે હોવાનું જણાવ્યું હતું.