• મંગળવાર, 14 એપ્રિલ, 2026

હંમેશાં જીતવું અને શીખવું છે, હારવું નથી : હાર્દિકની ફિલોસોફી

મુંબઈ, તા.13 : સતત ત્રણ હારને લીધે મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમનો માહોલ ઘણો તનાવપૂર્ણ છે. આરસીબી સામેની હાર પછી હતાશ એમઆઇ કપ્તાન હાર્દિક પંડયાએ ટીમને સંબોધિત કરી હતી. તેણે જણાવ્યું કે હવે ટીમ પાસે ફક્ત બે વિકલ્પ બચ્યા છે. એમજે (માહેલા જયવર્ધને)એ જે કહ્યું તેને જ આગળ વધારું છું. કાં તો આપણે બધા ચૂપચાપ હોટલે રૂમમાં ચાલ્યા જઇએ અથવાતો ખુદને એકાગ્ર કરી એકલા વિચારીએ. મને ખબર છે હાર પચાવવી દરેક માટે મુશ્કેલ છે પણ આપણે શીખવું પડશે, ગાયબ થવાનું નથી. હંમેશાં જીતવું અને શીખવાનું છે, હારવાનું નથી.

Panchang

dd