• મંગળવાર, 31 માર્ચ, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કચ્છમાં શિક્ષકઘટની સમસ્યા ભૂતકાળ બનશે

નિરોણા તા. 30 : પાવરપટ્ટીના ઝુરા ખાતે હાઈસ્કૂલના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કચ્છ જિલ્લા માટે માથાના દુ:ખાવા સમાન શિક્ષકઘટની સમસ્યાં પૂરી કરવા માટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં 50 ટકા શિક્ષકોની ઘટ ધારાસભ્યો અને સાંસદશ્રીના પ્રયત્નોથી હલ થઈ છે. જ્યારે પ્રાથમિક વિભાગમાં નિમણુક ત્યાં નિવૃતીની શરતો સાથે અગાઉ ભરતી કરવામાં આવી છે. આજે 194 નવા શિક્ષકોને હુકમાં આપવામાં આવશે જ્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી રાજ્ય સરકારની 10 હજાર શિક્ષકોની ભરતી કરવાની નેમ છે. જે સાકાર થતાં કચ્છમાં શિક્ષકઘટની સમસ્યા ભૂતકાળ બનશે તેમ કહ્યું હતું.

Panchang

dd