મુન્દ્રા, તા. 1 : અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.
ગુજરાતના તેના કચ્છ સ્થિત મુન્દ્રા પ્લાન્ટમાં દેશની સૌથી મોટી 91.2 મીટર લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું
ઉત્પાદન કરી રહી છે. આ પગલાથી ભારતના પવન ઉર્જા ક્ષેત્રને નવી તકનીકી ક્ષમતાઓ, વીજળી ઉત્પાદનમાં વધારો અને વૈશ્વિક નિકાસમાં
મજબૂતી મળશે. આ ભારતમાં ઉત્પાદિત અત્યાર સુધીની સૌથી લાંબી ઓન શોર બ્લેડ હશે. આ બ્લેડનો
ઉપયોગ નવી ટેકનોલોજી ટર્બાઇનમાં કરવામાં આવશે. જે ઓછી અને મધ્યમ પવનની સ્થિતિમાં પણ
વધુ વીજળી ઉત્પન્ન કરી શકશે. હાલમાં,
મુન્દ્રા પ્લાન્ટ 78.6 મીટર અને 80.5 મીટર માપના
બ્લેડનું ઉત્પાદન કરે છે. 91.2-મીટર બ્લેડ
ડિઝાઇન અને ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ પગલું છે