ભુજ, તા. 19 : પ્રતિષ્ઠાભર્યા
ભુજ બાર એસોસિયેશનના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં સચિન ગોર અને તેમની પેનલના ઘણા
સભ્યોએ વિજય મેળવ્યો છે. 2023માં પ્રમુખપદે આરૂઢ થઇ ચૂકેલા
સચિન ગોરને ગત ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડયો હતો. આ વર્ષે ફરી એકવાર
પ્રમુખપદનો તાજ શ્રી ગોરના શિરે મુકાયો હતો. વકીલ મંડળની ચૂંટણીમાં આઠ હોદ્દેદાર
અને 13 કારોબારી સભ્ય ચૂંટાયા હતા. ખજાનચી પદે ખત્રી નસીમબેન
બિનહરીફ વરાયા હતા. કોર્ટ સંકુલમાં સવારે 9 વાગ્યાથી હાથ ધરાયેલી મતદાન
પ્રક્રિયામાં 837 પૈકી 703 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ
કર્યો હતો. મતદાન સંપન્ન થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વિજેતા
હોદ્દેદારોને ઢોલના તાલે વધાવી વકીલમિત્રોએ વિજયોત્સવ મનાવ્યો હતો. ભુજ વકીલ
મંડળના આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખપદે ગોર સચિન મહેન્દ્રભાઇ ઉપરાંત
ઉપપ્રમુખ પદે ધુવા કાનજી માલાભાઇ,
વેકરિયા કાંતાબેન હરજી, જનરલ સેક્રેટરી તરીકે
મલ્હાર દર્શક બૂચ, સહમંત્રીપદે ગોસ્વામી મેહુલ કાંતિગિરિ અને
સોની દક્ષા ભૂપેન્દ્ર, લાયબ્રેરી સેક્રેટરી તરીકે સોઢા
ઘનશ્યામસિંહ જશરાજસિંહ, મહિલા પ્રતિનિધિ તરીકે ગોર ભક્તિ
પ્રદ્યુમન ચૂંટાઇ આવ્યા હતા. કારોબારી સભ્યો તરીકે હિંગણા પરેશ પેથાલાલ, ચાડ વીનેશ દેવકરણ, મેરિયા ધનજી રાણાભાઇ, જરાદી હર્ષદકુમાર જગદીશચંદ્ર, વાઘેલા શિવપાલસિંહ,
જોશી પરાગ શાંતિલાલ, જોશી આનંદ શશિકાંત અને
મહેશ્વરી લક્ષ્મણ દેવજી ઉપરાંત બારમેડા દિવ્યા તુલસીદાસ, ઠક્કર
કોમલ ચંદ્રેશ, સોરઠિયા મીનાબેન અને ઝાલા આરતી કિશોરભાઇ
ચૂંટાઇ આવ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જિતેન્દ્રસિંહ જાડેજા, સહાયક ચૂંટણી અધિકારી તરીકે ચિન્મય આચાર્ય અને અલ્પેશ સલાટ રહ્યા હતા.
નવનિયુક્ત પ્રમુખ સચિન ગોરે એસોસિયેશનના કાર્યોને આગળ ધપાવવા સાથે વકીલો ઉત્કર્ષ
માટે કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા દેખાડી હતી. પ્રમુખની ચૂંટણીમાં સચિન ગોરને 421, કનૈયા
વિપુલને 257, તો ગરવા રમણીકને 17, ઉપપ્રમુખ
ધુવા કાનજીને 350, ઠક્કર દીપકને 335, વેકરિયા
કાંતાબેનને 429 તેમજ ચૌહાણ જાગૃતિબાને 265 મત
મળ્યા હતા. જનરલ સેક્રેટરીમાં મલ્હાર બૂચને 361, જાડેજા વિવેકસિંહને 213, ઠાકર
ચિરાગને 123 મત મળ્યા હતા.