• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

ગાંધીધામની ચૂંટણીમાં મયૂરધ્વજ ખાંડેકા પ્રમુખપદે વિજેતા

ગાંધીધામ, તા. 19 : અહીંના વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ સહિત કુલ 12 પદ માટે 22 ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. આ ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાત્રિ સુધી ચાલેલી મતગણતરી બાદ પરિણામો જાહેર થયા હતા, જેમાં  પ્રમુખ પદે મયૂરધ્વજ એસ. ખાંડેકા વિજેતા થયા હતા. ગાંધીધામ વકીલ મંડળમાં એક પ્રમુખ, બે ઉપપ્રમુખ, એક મંત્રી, બે સહમંત્રી, એક ખજાનચી અને પાંચ કારોબારી સભ્ય માટે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 530 મતદાર પૈકી 455  ધારાશાત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીમાર અને અસ્વસ્થ ધારાશાત્રીઓ પણ મતદાન કરવા આવ્યા હતા. સાંજે હાથ ધરાયેલી મતગણતરી પ્રક્રિયામાં ભારે રસાકસી જેવો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખપદે મ્યૂરધ્વજ એસ. ખાંડેકા (308 મત), ઉપપ્રમુખપદે વિશાલ એલ. કાનન (215 મત), હરપાલસિંહ બી. ઝાલા (243 મત), મંત્રી પદે દીપક  ભાનુશાલી (230 મત), સહમંત્રી પદે નીરજ ડુંગરિયા (242 મત) અને દેવાશિષ એમ. રામાવત (236 મત) તથા ખજાનચી પદે શામજી એચ. રાઠોડ (288 મત), કારોબારી સભ્ય પૂજા જી. ચાવડા (354 મત), નવીન આર. રબારી (236 મત), જયેશ જે. કારિયા (243 મત), લક્ષ્મી આર. શ્રીવાસ્તવ (334 મત), ભરત એચ. ઠક્કર (291 મત) વિજેતા જાહેર થયા હતા. જ્યારે પ્રમુખ પદના ઉમેદવાર દિલીપકુમાર પી. જોષીને 132 મત, ઉપપ્રમુખના ઉમેદવાર નીતેશ એસ. દેવરિયા 183 મત, કિરણકુમાર પી. સુરાને 179 મત, મંત્રી પદના ઉમેદવાર રવિરાજસિંહ બી. વાઘેલાને 215 મત, સહમંત્રી પદના  ઉમેદવાર કંચન પી. બલવાનીને 175 મત, નીતિનકુમાર ડી. લાંભાને 122 મત, કિરણકુમાર ડી. રાઠોડને 40 મત, ખજાનચી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર એ. મહેશ્વરીને 145 મત, કારોબારી સભ્ય પદના ઉમેદવાર નીતિન જી. ખેસ્કવાનીને 229 મત, દીપકકુમાર એસ. સોંદરવાને 140 મત મળ્યા હોવાનું  મુખ્ય ચૂંટણી અધિકારી એન.જે. તોલાણી, સહાયક ચૂંટણી અધિકારી કુન્દનપ્રસાદ અને જયેશ સોલંકીએ જણાવ્યું હતું. ચૂંટાયેલા નવા પ્રમુખ મયૂરભાઈએ ડિજિટલ લાયબ્રેરી અને હાઈટેક બેઠક વ્યવસ્થા ઊભી કરવા તેમજ નવા વકીલો માટે માર્ગદર્શન અને સ્પેશિયલ તાલીમ વર્કશોપ યોજવા તેમજ ગ્રાહક સુરક્ષા અને નેગોશિયેબલની સ્પેશિયલ કોર્ટ લાવવા માટે પ્રયાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. ટણી પ્રક્રિયામાં રમેશભાઈ રોશિયા, કાનજીભાઈ ફુફલ, અમૃત પરમાર, ફારૂક ચાવડા સહિતનાએ સહકાર આપ્યો હતો.

Panchang

dd