• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

સમરસતાના ભાવ સાથે માંડવીમાં બાળકો સાથે ઊજવાઈ દિવાળી

માંડવી, તા. 21 : બાળકોમાં સમરસતાનું બીજારોપણ થાય તે રીતે અહીંની નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. સથવારા વાસ અને સેવા વસ્તી વિસ્તારના શ્રમજીવી પરિવારોમાં મીઠાઈ-ફટાકડાનું વિતરણ કરીને ચેરમેન વિશાલભાઈ ઠક્કર અને વોર્ડ નં. 4ની ભાજપની ટીમ દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માંડવી શહેર ભાજપના મહામંત્રી કિશનસિંહ જાડેજા, કસ્તુરબેન દાતણિયા, પ્રવીણભાઈ ગોર, અમરશી કોલી, શક્તિસિંહ ઝાલા, પ્રિન્ટેશભાઈ ગોર, જગદીશભાઈ જોષી, રશ્મિકાંત પરમાર, હિતેશભાઈ મહેતા, હિતેશભાઈ શાહ, હિંમતસિંહ જાડેજા, રામભાઈ કોલી, દેવિયાનભાઈ ગઢવી સેવાકીય આયોજનમાં જોડાયા હતા.

Panchang

dd