• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

વર્ધમાનનગર ખાતે સમર કેમ્પના પ્રારંભે ભૂલકાં ઝૂમી ઉઠયાં

ભુજ, તા. 31 : બી.એમ.સી.બી. તથા `કચ્છમિત્ર' દ્વારા આજથી વર્ધમાન વિદ્યાલય, વર્ધમાનનગરમાં શરૂ થયેલા કિડ્ઝેનિયા-ધ સમર કેમ્પમાં 110 બાળક જોડાયાં છે. સમર કેમ્પની શરૂઆત ગુજરાત પ્રદેશ ભાજપના સંયોજક હિતેશ?ખંડોર, `કચ્છમિત્ર'ના મેનેજર શૈલેષભાઇ કંસારા, સંસ્કાર કોલેજના ડાયરેક્ટર ચિંતન મોરબિયા, ધીરજ સોલંકી, ચિંતન રાવલ, ઊર્વિ ચંદે તથા ડાલી ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સંસ્થાના ચિંતન રાવલે પ્રાસંગિકમાં આવનારા દિવસોમાં આ કેમ્પમાં થનારી પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. શૈલેષભાઇએ નો ટોબેકો દિવસની વાત બાળકોને કરી હતી અને કહ્યું હતું કે, ઘરમાં કોઇ તમાકુ સેવન કરતું હોય તો જીદ કરીને એ બંધ કરાવે. તેમણે માતા હંસાબેન હંસરાજભાઇ કંસારાની સ્મૃતિમાં કેમ્પના તમામ બાળકોને એક દિવસનો પૌષ્ટિક નાસ્તો કરાવવાની જાહેરાત કરી હતી. હિતેશભાઇએ સંસ્થાની આવી નવતર પહેલને બિરદાવી હતી. મહેન્દ્રભાઇ મોરબિયાએ શુભેચ્છા પાઠવી હતી. પ્રથમ દિવસે કેમ્પમાં વિજય ચાવડા તથા કુમકુમ હાલાઇ દ્વારા બાળકોને નૃત્યની તાલીમ આપવામાં આવી હતી. સ્વાસ્થ્યને લગતી નૃત્યકળા ઝુમ્બાના સ્ટેપ્સ કરાવવામાં આવ્યા હતા. બાળકોને અન્ય બે ગીત માટે નૃત્યની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આવતીકાલે બીજા દિવસે કેમ્પમાં ચિત્રકાર પ્રકાશગિરિ ગોસ્વામી દ્વારા ઉત્તમ ચિત્રકલા માટે તાલીમ આપવામાં આવશે. આ પ્રવૃત્તિમાં ફોરમબેન શાહ પણ પોતાનું યોગદાન આપવાના છે. વેકશનના ઉત્તરાર્ધમાં આયોજિત આ નિ:શુલ્ક સમર કેમ્પમાં 100થી વધારે બાળક જોડાયાં છે જેઓ રોજ અલગ-અલગ વિષય નિષ્ણાતો પાસે ઘડતર જ્ઞાન મેળવશે.

Janmadin Vishesh Purti

Panchang