ભુજ, તા. 17 : અહીંના ભીડનાકા બહાર અમનનગર
પીર જમાલશા હોસ્પિટલ ખાતે થેલેસેમિયા દર્દીઓને ઉપયોગી થવા મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ
દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 101 લોકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં મુસ્લિમ મહિલાઓ પણ ઉત્સાહભેર
જોડાઈ હતી. રમજાન માસ શરૂ થતો હોવાથી મુસ્લિમ બિરાદરો રોજાની હાલતમાં રક્તદાન કરી શકતા
નથી, તેથી દર વર્ષની જેમ આયોજન વહેલું કરાયું હતું. કેમ્પનું ઉદ્ઘાટન થેલેસેમિયાના દર્દી બેબી યાશીરા
રજાક કુંભારના હસ્તે કરાયું હતું. પીર જમાલશા હોસ્પિટલના ડો. યોગેન્દ્રસિંહ અને હોસ્પિટલ
સ્ટાફ તેમજ જીવનજ્યોત બ્લડ બેંકના ડો. પાર્થ રમણીકભાઈ પટેલ અને સ્ટાફનું સન્માન કરાયું
હતું. સૈયદ મુસ્તાક, મૌ. મુફતી ઈલિયાસ ખત્રી, બશીર અહેમદ સમા, મોહસીનભાઈ હિંગોરજા, મામદભાઈ લાખા, નૂરમામદ મોખા, અકીલ
મેમણ, જાનમામદ કેવર, કાદરભાઈ રાયમા,
સુલેમાન કેવર, મેમણ હનીફ યુનુસ, મામદ વીરા, ઈસલીમ મમણ, સોહેબ ગગડા,
ડાડા સુમાર મમણ, હનીફ જશિયા, રજાક ગની થેબા, કરીમ લાલા નોડે, ફૈયાઝ શેખ, નગરસેવક કાસમભાઈ કુંભાર, હનીફ ઈસ્માઈલ માંજોઠી, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, રમજુભાઈ રાયમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન અને આયોજન કેવર અબ્દુલ કાસમ, ફારૂક કુંભાર,
રોશન ચાકી, અબ્બાસ હસણિયા, રહીમ લોહાર, જુસબ અલીમામદ ચાકી, હનીફ મોખા, ઈસ્માઈલ યાકુબ કેવર, ઈબ્રાહીમ સમા, અનસ મમણ અને અકરમ મારા દ્વારા કરવામાં આવ્યું હતું.