• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

કચ્છી મેવો ખારેક : ફાલ આવ્યો, વહેલા પાકની શક્યતા

દહીંસરા, તા. 17 : કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત હોવા સાથે તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. આરોગ્ય માટે ફાયદાકારક ખારેક કચ્છમાં ઝરપરા, મુંદરા, મઉં, વડઝર, ગઢશીશા, કેરા, માંડવી, નાની ખાખર, ધ્રબ, કુકમાના કિસાનો માટે કમાઉ દીકરા સમાન છે. આ કચ્છી મેવો મુંબઇ, મહારાષ્ટ્ર, દિલ્હી, નાગપુર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર સુધી પણ પહોંચે છે તેમ લંડન, ઓસ્ટ્રેલિયા, સિસલ, અમેરિકા, જર્મની, જાપાન નિકાસ થાય છે. આ સાલે ફાલ વહેલો આવતાં ધરતીપુત્રો ખુશ છે. કેરા-કુંદનપરના અગ્રણી કિસાન રવજી વેલજી કેરાઇની વાડીમાં ખારેકનાં વૃક્ષો છે. સિઝનથી પહેલાં ખારેકનાં વૃક્ષને ફાલ આવવાથી ખારેકનું વૃક્ષ ફાલથી લચી પડલું નજરે પડે છે.  (તસવીર : નરેન્દ્ર ચૌહાણ) 

Panchang

dd