ગઢશીશા (તા. માંડવી), તા. 17 : અબડાસા તાલુકાના
તીર્થસ્થળ અને પ્રાચીન શિવાલય નાન્દ્રા બિલેશ્વર ખાતે આગામી તા. 24-2-26થી તા. 2-3-2026 દરમ્યાન વિશ્વ કલ્યાણાર્થે
શાત્રી કશ્યપભાઇ જોશી (મોટા ભાડિયા)ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ પ્રસંગને અનુરૂપ મંડપ ખાતે ધ્વજાપૂજન
કરાયું હતું, જેમાં મહંત મહિસાગરગિરિજી
બાપુ, જેન્તીભાઇ ગોર (ભુજ), મહેશભાઇ કોઠારી,
રાજેન્દ્રગિરિ ગોસ્વામી, અજિતસિંહ સોઢા,
મહેન્દ્રસિંહ જાડેજા (નાન્દ્રા), રાણુભા જાડેજા
(નાન્દ્રા), કિશોરભાઇ દરજી, ગુલાબસિંહ સોઢા,
રાજુભાઇ ઠક્કર, વસંતભાઇ ભાનુશાલી, મોહનભાઇ ગોર, કેયૂર ગોસ્વામી, જુવાનસિંહ
સોઢા, હરૂભા જાડેજા, મંજુલાબેન ગોસ્વામી,
નિર્મળાબા જાડેજા વિગેરે આગેવાનો, ગુરુભક્તો જોડાયા
હતા. કથા દરમ્યાન તા. 24-2ના સવારના
8 વાગ્યે નાન્દ્રાથી બિલેશ્વર મહાદેવ મંદિર
સુધી પોથીયાત્રા યોજાશે, 9 વાગ્યે દીપ પ્રાગટય. તા. 27-2 સાંજે પાંચ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, તા. 28-2ના ગોવર્ધન પૂજા, તા. 1-3ના રુક્ષ્મણિવિવાહ જેવા પ્રસંગો
ઊજવાશે, તો જાણીતા કલાકારોની સંતવાણીનું પણ આયોજન ગોઠવાયું
છે.