• સોમવાર, 16 જૂન, 2025

ભુજના એ-ડિવિઝનના એએસઆઈનું હૃદય બેસી જવાથી નિધન

ભુજ, તા. 14 : શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા 57 વર્ષીય અશરફઅલી આદમ થેબાનું હૃદય બેસી જવાથી મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી અને તેમને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સંજોગનગર ખાતે રહેતા અશરફઅલીને હૃદયની બીમારી હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભુજની ખાનગી હોસ્પિટલમાં આ બીમારી સબબ હતા.  દરમ્યાન મધ્યરાતે તેમનું હૃદય બેસી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન એએસઆઈ અશરફઅલીને પોલીસે ગાર્ડ ઓફ ઓર્નર આપ્યું હતું. આ આકસ્મિક નિધનથી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd