ભુજ, તા. 6 : સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસની
ઉજવણી નિમિત્તે કચ્છની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સેવાકાર્યો કરી ઉત્સાહભેર
ઉજવણી કરવામાં આવી હતી. - પક્ષી, બાળકો, દર્દીઓ માટે સેવાકાર્ય
: સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા ગ્લોરી ગ્રુપ
દ્વારા પક્ષીઓ માટે પાણીનાં કૂંડાંનું વિતરણ, ભુજ શહેર ભાજપ તેમજ શશી ફાઉન્ડેશન દ્વારા બાળકોને સુપોષિત કિટ વિતરણ,
આયુષ હોસ્પિટલ મધ્યે મેડિકલ કેમ્પ, ટી.બી.ના દર્દીઓને
પોષણ કિટનું વિતરણ, કચ્છી વાલ્મીકિ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ
યોજાયો હતો. - દિવ્યાંગ, શ્રમિકો, દર્દીને સહાય
: સુમરાસર શેખ દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા
સુમરાસર મધ્યે ટીબીના દર્દીઓને પોષણ કિટ વિતરણ, ભુજ મધ્યે શ્રમિકોને રાશનકિટ, વિરામ હોટેલ-ભુજ મધ્યે
દિવ્યાંગોને સાધન સહાય અપાઈ હતી. - નિરાધાર, વડીલો સાથે ભોજન : કચ્છ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા રામદેવ સેવા ટ્રસ્ટમાં
રહેતા નિરાધાર લોકો સાથે ભોજન, શ્રીહરિ
શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ મધ્યે વડીલોને મિષ્ટાન્ન સાથે ભોજન, ભીમરત્ન
કન્યા છાત્રાલય મધ્યે શૈક્ષણિક કિટ,
નવચેતન અંધજન મંડળ મધ્યે બાળકોને મિષ્ટાન્ન સાથે ભોજન તેમજ આરોગ્ય
અને સ્વાસ્થ્ય કિટ અપાઈ હતી. - છાત્રોને શૈક્ષણિક કિટ, અલ્પહારનું વિતરણ : ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ માંડવી-ગઢશીશા
ભાજપ પરિવાર દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ સાથે મીઠાઇ વિતરણ, માંડવી તાલુકા અનુ. જાતિ મોરચા દ્વારા વિદ્યાર્થીઓને
અલ્પાહાર, એન્જલ ગ્રુપ ભીમાસર દ્વારા કુપોષિત બાળકો માટે પોષણ
કિટ, મેઘવંશી ફ્રેન્ડ્સ ગ્રુપ કચ્છ દ્વારા શૈક્ષણિક કિટ અપાઈ
હતી. - લોકસેવા સાથોસાથ જીવદયા : વીએલસી ગ્રુપ ભુજ દ્વારા વડીલોને મિષ્ટાન્ન
સાથે ભોજન, સર્વ સમાજ સેવા મેડિકલ
એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજમાં તથા યક્ષ મંદિર ટ્રસ્ટ, માધાપર દ્વારા ગૌમાતાને ઘાસચારાનું નીરણ કરાયું હતું. નખત્રાણા તાલુકા ભા.જ.પ.
દ્વારા વિકલાંગ બાળકોને કિટ, મમુઆરા ગ્રામ પંચાયત દ્વારા બાલમંદિરનાં
બાળકોને લંચબોક્સ, ભચાઉ શહેર/તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર
દ્વારા ભચાઉ સરકારી દવાખાનામાં ફ્રૂટ વિતરણ તથા ભચાઉ પ્રાથમિક શાળા નંબર-4માં અલ્પાહાર કરાવાયો હતો. મુંદરા તાલુકા
ભા.જ.પ. દ્વારા આહિંસાધામ, પ્રાગપર ખાતે
ગાયોને ચારો સહિત વિવિધ જીવદયાની પ્રવૃત્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. - પ્રા. શાળાનાં બાળકોને શિક્ષણ
સહાય : સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ-ભુજ દ્વારા
માધાપર ખાતે રામનગરી પ્રાથમિક શાળાનાં બાળકોને શૈક્ષણિક કિટ તથા સુખપર ગામે કુમાર શાળા
નંબર-1 ખાતે બાળકોને અલ્પાહાર સાથે શૈક્ષણિક કિટ
આપવામાં આવી હતી. પિઝાલિયો રેસ્ટોરેન્ટ પરિવાર ગાંધીધામ દ્વારા બાળકોને અલ્પાહાર અપાયો
હતો. મુંદરા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ હતી. - બાળકો શૈક્ષણિક કિટ, શ્રમિકોને ભોજનનું વિતરણ : લખપત તાલુકા ભાજપ દ્વારા કેશવ છાત્રાલય
દયાપરમાં બાળકોને તથા અંજાર શહેર-તાલુકા ભાજપ દ્વારા રામસખી મંદિર ખાતે શ્રમિક ભાઈ-બહેનોને
ભોજન, ડગાળા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા ખાતે
બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. - સંસ્થાઓનો આભાર વ્યક્ત કરાયો
: સાંસદ વિનોદભાઇ ચાવડાએ જન્મદિવસની ઉજવણી
નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આયોજિત સેવાકાર્યો માટે સંસ્થાના
હોદ્દેદારો, પાર્ટી આગેવાનો,
કાર્યકર્તાઓ અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.