ભુજ : તા. 6 : ધોરણ 10ના બેઝિક ગણિતની પરીક્ષાનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી, આજના પેપરમાં 25214 માંથી 24439 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજનું એસ.એસ.સી.નું બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. તો એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષય દ્વિતીય ભાષામાં 733 વિદ્યાર્થીઓ જ્યારે સમાજશાસ્ત્ર વિષયમાં 8329 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને તેમની ટીમ દ્વારા ભુજ, માંડવી, નખત્રાણા, લખપત તાલુકામાં વિજિલન્સ સ્ક્વોર્ડ, બોર્ડ સ્ક્વોર્ડ અને સ્થાનિક સ્ક્વોર્ડની ટીમે નિરીક્ષણ કર્યું હતું. સીસીટીવી નિદર્શન કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, નિદર્શન ટીમ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોની ડીવીડીની ચકાસણી કરી જરૂરી ફોર્મસ ભરવામાં આવ્યા હતા.