• શનિવાર, 07 માર્ચ, 2026

ચુનડીમાં પત્નીની હત્યા કરનારા શખ્સને આજીવન કેદ

ભુજ, તા. 6 : તાલુકાના ચુનડી ગામમાં પત્નીની હત્યા કરનારા આરોપી મહિપતસિંહ ભીમજી સોઢાને જિલ્લા અદાલતે તકસીરવાન ઠેરવતો ચુકાદો આપ્યો હતો અને આજીવન કેદની સખત સજા તથા રૂા. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં આરોપી મહિપતસિંહ સોઢા કોઈ કામ-ધંધો ન કરતો હોવાથી પત્ની ચેતનાબા અવારનવાર કામ-ધંધો કરવાનું કહેતા હતા, જેનું મનદુ:ખ રાખી આરોપીએ હતભાગી પરિણીતાને સૌપ્રથમ પાણી ગરમ કરવાના હીટરથી શરીરે ડામ આપ્યા હતા, બાદમાં માથાના ભાગે લાકડાનો ધોકો મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવ્યું હતું. ગુનો આચર્યા બાદ આરોપીએ પુરાવાઓનો નાશ કરવા લોહી સાફ કર્યું હતું. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી કુલ 42 દસ્તાવેજી પુરાવાઓ તથા 20 સાક્ષી તપાસી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને આજીવન સખત કેદની સજા તેમજ રૂા. 1 લાખનો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ના ભરે તો એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવીણચંદ્ર વાણિયાએ સાક્ષીની જુબાની લીધી હતી અને વધુ દલીલ અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ કરી હતી. 

Panchang

dd