ભુજ, તા. 17 : નગરપાલિકાને
ઓક્ટ્રોય ગ્રાંટમાં વધારો કરવા કારોબારી ચેરમેન દ્વારા મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ
ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી. આ અંગે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ કરેલી
રજૂઆત મુજબ સરકારની શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે રાજ્યના નગરપાલિકા
વિસ્તારમાંથી ઓક્ટ્રોયની વસુલાત સંપૂર્ણપણે રદ્દ કરવા નિર્ણય લીધો છે. તા. 1/5/2001થી
ઓક્ટ્રોય વસુલાત કરતી નગરપાલિકા વિસ્તારમાં ઓક્ટ્રોયની વસુલાત સંપૂર્ણ રદ્દ થતાં
જકાતના વળતરરૂપ રકમ ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરાયો છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, વર્ષ 2001માં
આવેલ ભૂકંપના કારણે ઓક્ટ્રોયની આવકના બરાબર (ઓછી) હોવાને કારણે નગરપાલિકાને
વળતરરૂપે ગ્રાંટ જે તે સમયે એ પ્રમાણે નક્કી કરાઇ હતી. હાલમાં ભુજ નગરપાલિકા હદ
વિસ્તારમાં વધારો કરવા, આઉટગ્રોથ એરિયામાં સતત વિકાસને કારણે નગરપાલિકા દ્વારા પૂરી પડાતી સેવાઓ
પાછળ માસિક અંદાજિત રકમ બે કરોડનો ખર્ચ કરવો પડે છે જેની સામે ઓક્ટ્રોય ગ્રાંટ
વળતરરૂપે માસિક રકમ રૂા. 58.45 લાખ મળવાપાત્ર છે જેમાંથી વીજ
બીલ કપાત થતાં રૂા. 44.91 લાખ જે પણ ત્રણ માસે જમા થાય છે.
જેથી ગ્રાંટમાં વધારો કરવા શ્રી જાડેજાએ મુખ્ય કારોબારી અધિકારીને લેખિત રજૂઆત
સાથે માંગ કરી હતી.