રામજી મેરિયા દ્વારા : ચોબારી, તા. 7 : માત્ર ભણી ગણીને જ આગળ વધી
શકાય એવું નથી, પણ જો આવળત અને લગન હોયતો
ગમે તે ક્ષેત્રમાં આગળ વધી શકાય તેનું ઉદાહરણ છે. ચોબારી ગામના માત્ર બે ચોપડી ભણેલા
પાર્વતીબેન દેવરાજભાઈ આહીર વારસામાં મળેલી પોતાના વિસ્તારની હસ્તકલામાં આગળ વધીને અનેક
જરૂરતમંદ મહિલાઓને રોજીરોટી આપવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે. ખાસ કરીને ઓરિજનલ ભરતકામ
પોતે કરે છે અને વધુ જરૂરીયાત ઉભી થતાં ાuજી અનેક બહોને પાસેથી ભરત ભરાવીને યોગ્ય વળતર આપી ન માત્ર સ્થાનિકે
પરંતુ ભારતભરમાં સોશિયલ મીડિયાના યુગમાં તેનો સદ્પુયોગ કરીને અમેરિકા સુધી ઓનલાઈન વેચાણ
કરે છે. છ સંતાનોની માતા બધા જ બાળકોની સારસંભાળ સાથે ઘરકામ કરીને પણ એક અનોખું ઉદાહરણ
પૂરું પાડયું છે. દસ વરસ પહેલા પાર્વતીબેન મેરિયા ફાર્મમાં યોજાયેલા હસ્તકલાના મેળામાં
ચાર-પાંચ નમુના બનાવીને શરૂઆત કરી હતી. પાલુબહેન કહે છે એ સમયે ખરીદવાવાળા તો ઓછા હતા
પણ કપડા પહેરીને ફોટો પડાવવાવાળા આજે અમારા ગ્રાહક બની ગયા છે. વોટસએપના માધ્યમથી લોકો
ભરતકામના નમુનાની પસંદગી કરે છે અને ત્યારબાદ નક્કી કરાયેલા ભાવે તે વેચી આપે છે.