• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

લુપ્ત કાચબાની પ્રજાતિ કચ્છમાં જોવા મળી

રમેશ ગઢવી દ્વારાકાઠડા, (તા. માંડવી), તા. 30 : કહેવાય છે કે, આ ધરતી ઉપર માનવ વિસ્તારથી ભૂમિ કરતા પાણીનો વિસ્તાર ત્રણ ગણો એટલે 71 ટકા છે. અને તેમાંય દરિયાઈ વિસ્તારમાં અનેક જળચર જીવ સમાયેલા છે. જે પૈકીના દરિયાઇ કાચબા પ્રજાતિ વિશ્વ કક્ષાએ લુપ્ત થતાં હવે ઓરિસા રાજ્યમાં જોવા મળે છે, આ જ પ્રજાતિના કાચબા ટૂંક સમય પહેલાં જ માંડવી તાલુકાનાં લાયજાથી બાંભડાઇ વિસ્તારના દરિયાકાંઠે પોતાની જાતિનું વિસ્તરણ કરવાનું શરૂ  કર્યું છે. સંબંધિત તંત્રએ તેની માવજત કરી અને તેનાં જન્મ સ્થળ પર જ બચ્ચાંને દોઢ મહિના સુધી ઇંડામાંથી બચ્ચા ઉછેર કરી દરિયામાં મુક્ત રીતે છોડયાં છે. આ કાચબાની પ્રજાતિ એવી છે કે, કચ્છ માટે ગૌરવની વાત છે. માંડવી દરિયાકાંઠાથી માંડવી તાલુકાના બાંભડાઇ ગામ સુધી દર વર્ષ આ દરિયાઇ કાચબો નેસ્ટીંગ માટે આ દરિયાની જગ્યાને પસંદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાચબાને કચ્છીમાં `કચ્છઇ' કહેવાય છે. સંસ્કૃતમાં કચ્છ કહેવાય, જે આપણા કચ્છ જિલ્લાનો નકશો કાચબા આકારનો છે. જેથી `કચ્છઇ' ઉપરથી `કચ્છ' નામ પડયું હોવાનું વડીલો કહી રહ્યા છે. ભારત સરકાર દ્વારા આ કાચબાની લુપ્ત થતી જાતી હોતા શિડયુલ-1માં સમાવિષ્ટ કરાઇ છે જેથી તેને નુકસાન કરનારને સજાપાત્ર ગુનો છે. તેવું જાણવા મળ્યું હતું. - લોગરહેડ કાચબો : માંડવી તાલુકાના કાઠડામાં લોગરહેડ નામનો કાચબો દેખાયો. દરિયાઇ જળ સંપતિમાં લોગરહેડ નામના કાચબાની પ્રજાતિ ઘણા વર્ષો બાદ જોવા મળતાં જીવદયા પ્રેમીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd