• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

તુણામાં વિવિધ માંગ સાથે તોતિંગ વાહનોને અટકાવાયાં

ગાંધીધામ, તા. 8 : અંજાર તાલુકાના તુણા ગામમાં આજે ગ્રામજનોએ વધતા અકસ્માતો, ગતિ મર્યાદા, બમ્પ, પોલીસની નિષ્કાળજી સહિતના મુદ્દે વિરોધ નોંધાવી અહીંથી પસાર થતાં વાહનો અટકાવી દીધાં હતાં. તુણા ગામથી તુણા પોર્ટ બાજુ જતા રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી તુણા ડી.પી. વર્લ્ડના કારણે વાહનોની અવરજવર વધી ગઈ છે. સાથોસાથ અકસ્માતો પણ વધી રહ્યા છે. ગામમાંથી વિવિધ સામગ્રી લઈને પસાર થતા વાહનોની ગતિ મર્યાદા, બમ્પ સહિતના મુદ્દે આજે ગ્રામજનોએ દેખાવો કર્યા હતા. ગ્રામજનોએ વાહનો અટકાવી દેતાં તોતિંગ વાહનોના થપ્પા લાગી ગયા હતા, દરમ્યાન ત્યાં પોલીસ દોડી આવી હતી ત્યારે ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો. વાતાવરણ ગરમ બન્યું હતું. આ વેળાએ તંત્ર હપ્તા લેતું હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા?હતા. પોલીસની નિષ્કાળજી સહિતના મુદ્દે વિરોધ દર્શાવાયો હતો. લોકોએ આવા વાહનો ગતિમર્યાદામાં હાંકવા, જુદી-જુદી જગ્યાએ બમ્પ મૂકવાની માંગ કરી હતી. આ અંગે કંડલા મરીન પી.આઈ. એ.એમ. વાડાને સંપર્ક કરતા અકસ્માત થતાં થતાં રહી જતાં લોકો ગુસ્સે થયા હતા અને વાહનો રોકાવ્યાં હતાં તે વાહનચાલક વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd