• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

વાયોર તથા આસપાસનાં ગામોમાં આધારકાર્ડ - રાશનકાર્ડ અંગે કામગીરી હાથ ધરાઈ

વાયોર, તા. 6: અહીં સરકાર દ્વારા મામલતદાર અબડાસા તાલુકા મારફતે વાયોર, જેઠમલપર, ઉકીર, વાગોઢ, ફુલાય, વાગાપધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી મોટી, નાની નવાવાસ, અકરી મોટી, બેર મોટી, નાની કરમટા, રોહારો, હોથીયાય વિ. ગામોમાં આધારકાર્ડ તથા રાશનકાર્ડને લગતી કામગીરી કરાઈ હતી. જેમાં આધારકાર્ડ અપડેટ, મોબાઈલ નંબર લીંક તથા અન્ય કામગીરીમાં 33 લોકોએ લાભ લીધો હતો તથા રાશનકાર્ડ, ઈ-કેવાયસીના કામ માટે 57 લોકો જોડાયા હતા. વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતસિંહ જાડેજા તથા ઉકીર સરપંચ કેર અલીમામદ હાજી હસણ તેમજ અન્ય અગ્રણીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd