મુંદરા, તા. 5 : દેશની દરિયાઈ સુરક્ષા ક્ષમતાને વધારવા અદાણી
ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા ભારતીય નૌકાદળને બીજું દૃષ્ટિ-10 સ્ટારલાઈનર સર્વેલન્સ
ડ્રોન સોંપવામાં આવ્યું છે. દૃષ્ટિ-10 સ્ટારલાઇનર ડ્રોન (ઞઅટ) હૈદરાબાદ સ્થિત અદાણી
ગ્રુપના એકમ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ખાતે બનાવવામાં આવ્યું છે. દૃષ્ટિ-10 એક હાઇ-ટેક
ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ઈંજછ) પ્લેટફોર્મ છે. તેની ટકાઉ ક્ષમતા 36
કલાક અને પેલોડ ક્ષમતા 450 કિલો છે. સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ગુજરાતના પોરબંદરમાં
ઈન્ડિયન નેવીની મેરીટાઇમ કામગીરીમાં બીજા ઞઅટનો સમાવેશ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
તે ઇઝરાયલના હર્મેસ 900 મધ્યમ ઊંચાઇવાળા ઞઅટ નું સંસ્કરણ છે અને લાંબાગાળાની કામગીરીમાં
ટકી રહેવા સક્ષમ છે. શાપિંગ લાઈનો પર દેખરેખ રાખવા અને ચાંચિયાગીરીના જોખમોને ઘટાડવામાં
તે ભારતના દરિયાઈ દળોની ક્ષમતામાં વધારો કરે છે. અદાણી ડિફેન્સે અગાઉ ચાલુ વર્ષે જૂનમાં
ભારતીય સેનાને દૃષ્ટિ-10 સ્ટારલાઈનર ડ્રોન સોંપ્યું હતું. સેના તેને પંજાબ સ્થિત ભાટિંડા
બેઝ પર તૈનાત કરશે. તેનો ઉપયોગ પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદ પર નજર રાખવા માટે કરી
શકાય છે. સંરક્ષણ તકનિકમાં આત્મનિર્ભરતા તરફની ભારતની સફરમાં આ એક નિર્ણાયક ક્ષણ છે.