ભુજ, તા. 5 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં યુવાન દર્દીના
બંને નાકનાં ભાગમાં થયેલી ગંભીર પ્રકારનું ટયુમર છેક આંખ અને મગજ સુધી પ્રસરી જતાં
જમણી આંખનો ડોળો બહાર આવી ગયો હતો. આ વિકટ પરિસ્થિતિમાં કાન, કાન અને ગળા (ઈ.એન.ટી.)
વિભાગના તબીબોએ સમયસર દુરબીનથી ઓપરેશન કરીને યુવાનને જીવનદાન આપ્યુ હતું. આ અંગે હોસ્પિટલના
ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઈ.એન.ટી. વિભાગના વડા તથા પ્રોફેસર ડો. નરેન્દ્ર
હીરાણી અને તેમની ટીમે સફળ ઓપરેશન કરીને જણાવ્યુ હતું કે અંજારના 24 વર્ષીય મુકેશ કોળી
નામક યુવાનને શ્વસનતંત્રમાં તકલીફ સહિત જમણી આંખ બહાર આવી ગઈ હતી. દુ:ખાવા સાથે હોસ્પિટલમાં
આવ્યા ત્યારે તપાસ કરતા નાકના બંને વિભાગમાં ટયુમર (ગાંઠ) જણાઈ હતી. વધુ તપાસ દરમિયાન
દર્દીને દાખલ કરાતા મગજમાંથી લોહી નીકળતું હતું અને ડાયાબિટીસ પણ જણાયું હતું . જો
યોગ્ય શત્રક્રિયા ન થાય તો વધુ ગુંચવણ ઊભી થાય તથા દર્દીના જીવનને પણ જોખમ થઈશકે પરંતુ.
આટલી જટિલતાઓ વચ્ચે પણ દુરબીન વડે સફળ ઓપરેશન કરીને તબીબોને દર્દીનો જીવ બચાવ્યો હતો.
આ શત્રક્રિયામાં ડો. નરેન્દ્ર હીરાણી સાથે ડો. રશ્મિ સોરઠિયા, ડો. હેતલબેન, ડો. સર્વિલ,
ડો. નિખિલ તથા એનેસ્થેટીક વિભાગના ડો. ધ્રુવ, ડો. રાજમય અને ડો. પ્રિયા જોડાયા હતા.