• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગાંધીધામ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની નેમ

ગાંધીધામ, તા. 10 : લાભ પાંચમના ગાંધીધામ શહેર, તાલુકા અને કામદાર કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે નવાં વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંકુલના વિવિધ સમાજના યુવા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા. બાદ મહા નગરપાલિકાની ચૂંટણીમાં વિજયની નેમ વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમના પ્રારંભમાં શહેર પ્રમુખ ભરત ગુપ્તાએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રાસિંહ જાડેજા તથા વી.કે. હુંબલ, શૈલેન્દ્રાસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, સમીપ જોશી, દેવેન્દ્રાસિંહ ઝાલા, ચેતન જોશી, ગનીભાઈ માંજોઠી, અલ્પેશ ઝરુ વગેરેએ નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને આવનારી મહા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેવી નવાં વર્ષમાં નેમ લઇએ તેવી વાત કરી હતી. આ પ્રસંગે વિવિધ સમાજના યુવાન આગેવાનોમાં અગ્રવાલ સમાજના શિવમ ગોયલ, સિંધી સમાજના નીતેશ બૂલચંદાની અને શિક્ષક એવા મુકેશ શર્મા, બ્રહ્મસમાજના વીરભાઈ જોષી, શીખ સમાજના બીરાસિંહ ગાંધી, મહિલા કોંગ્રેસનાં અનિતાબેન ટેલર વગેરેને કોંગ્રેસનો ખેસ અને પાઘડી પહેરાવીને પ્રવેશ કરાવ્યો હતો તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન તરીકે વરાયેલા લતીફભાઈ ખલીફાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે અમિતભાઈ ચાવડા, બળવંતાસિંહ ઝાલા, હાજી ઈસ્માઈલભાઈ માંજોઠી, પરબતભાઈ ખટાણા, કાસમભાઈ ત્રાયા, અરુણભાઈ હાલાણી, સિકંદરભાઈ પઠાણ, અશોકભાઈ ધેડા, બુધારામભાઈ મહેશ્વરી, લાલજીભાઈ સથવારા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરી, ખમાબા ઝાલા, જુમાબેન મહેશ્વરી, સીમાબેન રોય વગેરે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang