• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

મુખ્યમંત્રીએ યાત્રિકોને કહ્યું, જય માતાજી

ગિરીશ એલ. જોષી દ્વારા

માતાના મઢ, તા. 4 : આશ્વિન નવરાત્રિના બીજા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે માતાના મઢ સ્થિત આશાપુરાજીનાં ચરણોમાં શીશ નમાવી ગુજરાત સહિત દેશના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમની સાથે સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વેસલજી તુંવર, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીનાં દર્શન બાદ મુખ્યમંત્રી શ્રી પટેલે મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીની મુલાકાત લીધી હતી. આ અવસરે ભૂવા સિદ્ધરાજસિંહ ચૌહાણે માતાજીની ચુંદડી પ્રસાદ સ્વરૂપે આપી હતી. મઢ જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ચત્રભુજભાઇ ભાનુશાલી તરફથી સન્માન કરાયું હતું. સાથે માતાના મઢમાં ચાલતાં વિકાસકાર્યો અંગે ચર્ચા થઇ હતી. ઓધવરામ સેવા સમિતિ તરફથી કૃણાલ કટારિયા તેમજ પ્રતીક કનૈયાલાલ કટારિયાએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. હેતુભા જાડેજા, જયપાલસિંહ જાડેજા, મૂળરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા, તા.પં. ઉપપ્રમુખ રાજુભાઇ સરદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દર્શન વેળાએ મુખ્યમંત્રી સાથે મંદિરમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ, યાત્રિકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. મુખ્યમંત્રીએ સૌ દર્શનાર્થીઓને હાથ જોડી જય માતાજી કર્યા હતા. મુખ્યમંત્રી યાત્રિકોને સરળતાથી મળ્યા હતા અને નવરાત્રિ પર્વની શુભેચ્છા આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang