• શુક્રવાર, 03 મે, 2024

ભુજ વાગડ બે ચોવીસી યુવક મંડળે યોજ્યો પ્રથમ વડીલ મેળાવડો

ભુજ, તા. 19 : અહીંના વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા પ્રથમ વખત વડીલ મેળાવડાનું આયોજન કરાયું હતું. સૌ વડીલોએ એક સૂરે ભુજ યુવક મંડળના આયોજનને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા. મુંબઇ મંડળના પીયૂષભાઇ ખંડોલે બીજા વડીલ મેળાવડા અંગે ટહેલ નાખી અને રસિકભાઇ માવજી વોરાએ પહેલ કરતાં દાતાઓ વરસી પડતાં બીજો વડીલ મેળાવડો પણ મુંબઇ?મંડળ દ્વારા યોજવાનું નક્કી થયું હતું. ભુજ યુવક મંડળના મંત્રી દર્શનભાઇ?ખંડોલે વડીલ મેળાવડાના આયોજનમાં સાથ-સહકાર આપનાર દરેક દાતાઓનો, મોટા સમાજ, ગામ મહાજનો, યુવક મંડળ, ભુજ મહિલા મંડળ, મણિલક્ષ્મી તીર્થ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. દરેક વડીલને તાંબાની બોટલ રિટર્ન ગિફ્ટ તરીકે અપાઇ હતી. વડીલ મેળાવડાના આયોજનમાં દરેક ગામ મહાજનના પ્રમુખ તથા તેમની ટીમ, ભુજ યુવક મંડળના પૂર્વ પ્રમુખ?આનંદ મોરબિયા, મોટા સમાજના મહામંત્રી મહેશ મહેતા, કચ્છની ટ્રેનોમાં, બસમાં તથા ત્રણેય ટાઇમ ભોજન વ્યવસ્થા સંભાળનાર ભદ્રેશ દોશી, જીતુભાઇ મહેતા, મહેન્દ્રભાઇ વોરા, ફતેચંદભાઇ?બાબરિયા, ચંદુભાઇ?ખંડોલ, સંદીપભાઇ મહેતા, કિશોરભાઇ મોરબિયા, ધીરજભાઇ દોશી, વર્ધીલાલ પારેખ, ધનસુખભાઇ દોશી, લલિતભાઇ કોરડિયા, વિનુભાઇ?મહેતા, સતીષભાઇ ઝોટા સહિતનાનો સહયોગ મળ્યો હતો. મુંબઇથી ધીરજ મહેતા, રસિક વોરા, પીયૂષ ખંડોલ, સંદીપ પારેખ, રાપરથી હર્ષ મોરબિયા, ગાંધીધામથી મિહિર મોરબિયા, ફેનિલ પૂજ, સુરતથી ભરત મહેતા, અંકિત મહેતા, અમદાવાદથી કરણ સંઘવી, કરણ ઝોટા, માધાપરથી કમલેશ કોરડિયા, મુંદરાથી અંકિત મહેતા, માંડવીથી જયમીન દોશી, પાટણથી કિરીટ શેઠ, અંજારથી અનિલ ઝોટા સહિત વિવિધ ક્ષેત્રે સહયોગી બન્યા હતા. ભુજ યુવક મંડળના પ્રમુખ?આશિષભાઇ, કારોબારી સભ્યો દીપકભાઇ દોશી, હિરેન દોશી, ભવ્ય દોશી, તુષાર પારેખ, વિજય મહેતા, હર્ષ મોરબિયા, વિરાટ?વોરા, ચિંતન ખંડોલ, સ્મિત ખંડોલે આયોજનને સફળ બનાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang