• સોમવાર, 22 જુલાઈ, 2024

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીને અનુલક્ષી જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધા

ભુજ, તા. 12 : સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી સમગ્ર ભારતમાં આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે 1985થી ઊજવાય છે. તેના ભાગરૂપે નેહરુ યુવા કેન્દ્ર ભુજ અને અર્થ એન્ડ ઇકો સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધામાં વિભાગ અમાં કચ્છની શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 9થી 12ના, વિભાગ બમાં જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ અને વિભાગ ખુલ્લા વિભાગમાં શિક્ષકો, પ્રોફેસર, ગૃહિણીઓ વિગેરે 45 સ્પર્ધકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અર્થ એન્ડ ઈકો સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ભાવિકભાઈ શાહ અને શૈલ વીરેન્દ્રભાઇ પલણ દ્વારા નિબંધની મૌલિકતા, વ્યાકરણ અને વિષયવસ્તુના આધારે ત્રણે વિભાગમાં પ્રથમ અને દ્વિતીય વિજેતા જાહેર કરાયા હતા. વિભાગ અમાં સોનલ ગઢવી, લબ્ધિ સંઘવી, બમાં સોની જેમિની, ધ્વની મકવાણા, કમાં ધારા બારમેડા, આરતી જોષી અનુક્રમે પ્રથમ અને દ્વિતીય વિજેતા જાહેર કરાયા હતા. બહુમાળી ભવનના નેહરુ યુવા કેન્દ્રના કાર્યાલયમાં ઇનામ વિતરણ સમારોહમાં વિજેતાઓને ટ્રોફી દ્વારા અને ભાગ લેનારા તમામને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. યૂથ ઓફિસર રચના શર્માએ  સ્પર્ધકોને આવા કાર્યક્રમમાં ભાગ લઈ પોતાની કળા અભિવ્યક્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા. આયોજન અર્થ એન્ડ ઈકો સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર ડો. જાગૃતિ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નેહરુ યુવા કેન્દ્રના બટુકભાઈએ સહયોગ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang