ગાંધીધામ, તા. 30 : શહેરમાં બે સ્થળે  પોલીસે દરોડા પાડીને આંકડાનો જુગાર રમાડતા બે શખ્સને
ઝડપી પાડયા હતા, જ્યારે એક શખ્સ નાસી  ગયો હતો. પોલીસ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરનાં એકતા નગર પેટ્રોલ પંપ પાસે આજે સાંજના અરસામાં પોલીસે
કાર્યવાહી  કરી હતી. આરોપી ગિરીશ નારણ મકવાણાને
વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડયો હતો. તેના કબજામાંથી   રોકડા રૂા. 520 કબજે કરાયા હતા, તો   ગત  રાત્રિના
અરસામાં  ગણેશ નગર ચોક ખાતે પોલીસે બાતમીના
આધારે કાર્યવાહી કરી હતી. આરોપી કાલુરામ ખીમાજી ગર્ગ આંકડાનો જુગાર રમાડતા ઝડપાઈ ગયો
હતો. આંકડા વોટ્સએપ મારફત મોકલતો હતો. રૂા. 1300 રોકડા અને મોબાઈલ ફોન કબજે કરાયા હતા, જ્યારે અન્ય આરોપી અનિલ સથવારા
નાસી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    