યુદ્ધ
અભ્યાસ દરેક સશક્ત દેશ કરતા હોય છે અને તેનો ઉદ્દેશ સૈન્ય તૈયારીઓની સમીક્ષાનો હોય.
પડોશી દેશોને એ વિશે આગોતરી જાણ થાય એ સ્વાભાવિક છે. આ વખતે કચ્છના સિરક્રીકથી રાજસ્થાન
સુધીના રણવિસ્તારમાં આપણા સૈન્યની ત્રણે પાંખના યુદ્ધ અભ્યાસ `િત્રશૂલ'નું એલાન થતાં જ પાકિસ્તાન ફફડી ગયું
છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન જગત જાણી ચૂક્યું કે, ભારત સામે પાકિસ્તાનની
ઔકાત કેટલી છે. અમેરિકાના બગલબચ્ચા બની ગયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફ અને જનરલ મુનીર
પરમાણુ બોમ્બની પરોક્ષ ધમકી ભલે આપતા હોય. તેઓ જાણે છે કે, ભારતની
ફોજ ફરી સક્રિય થઇ તો તેની સામે બે-ચાર દિવસ માંડ ટકી શકશે. હકીકતમાં પાકિસ્તાનનું
મન મેલું છે. ભારતને નુકસાન પહોંચાડવાના એકમાત્ર એજન્ડા પર કાર્યરત એ દેશનું તંત્ર
અને સૈન્યને ડર એ જ છે કે, મોદી ક્યાંક ફરી એકવાર લાલઆંખ કરીને
ઓપરેશન સિંદૂર પુનર્જીવિત ન કરી દે. પાકિસ્તાન ફરી સુધરવાનું નથી. ઓપરેશન સિંદૂરમાં
કારમી હાર મળી છતાં દેશવાસીઓ અને દુનિયાને એ ભ્રમજાળમાં રાખવાની કોશિશ કરી કે,
એ જીતી રહ્યું હતું. ભારતને યુદ્ધ રોકવા માટે સમજાવવા અમેરિકી રાષ્ટ્રપતિને
આજીજી કરી અને ભારતીય ડીજીએમઓને વિનંતી કરનાર પાકે યુદ્ધ પૂરું થતાં જ લશ્કરી વડા આસિફ
મુનીરને `િફલ્ડ
માર્શલ'ની પદવીની
નવાજેશ કરી. હકીકતમાં પાકિસ્તાની નેતાઓની હંમેશાં એ ફિતરત રહી છે કે, જનતાને ખોટા ભ્રમમાં રાખવી અને કોઇ પણ રીતે ભારત વિરોધના સહારે પોતાની રાજનીતિ
જીવંત રાખે. ભારતે યુદ્ધાભ્યાસ `િત્રશૂલ'ની જાહેરાત કર્યા પછી પાકિસ્તાને પોતાની હવાઇ સીમા બંધ કરીને કરાચીથી લાહોર
સુધી આકાશી અવાગમનનો માર્ગ જ બદલી નાખ્યો. એટલું જ નહીં અમુક રૂટ બંધ રાખીને બીજા લાંબા
ફરી ફરીને જતા રૂટ ખોલ્યા. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, લશ્કરી
વડાએ વારંવાર પાકને ધમકીઓ આપી હોવાથી ઇસ્લામાબાદને ભય છે કે કવાયતના ઓઠાં હેઠળ ભારતીય
વાયુદળ ક્યાંક પાક પ્રતિષ્ઠાનો પર ત્રાટકે નહીં. દેશની પશ્ચિમ સીમાએ સંયુક્ત યુદ્ધ
અભ્યાસમાં લશ્કર, વાયુદળ અને નૌસેનાના 30 હજાર જવાન થારમાં સંયુક્ત અભ્યાસ કરશે. કવાયત
30મી ઓક્ટોબરથી 10મી નવેમ્બર સુધી ચાલવાની છે. જેસલમેરથી સિરક્રીક
ક્ષેત્ર પણ તેમાં આવરી લેવાયું છે. પાકિસ્તાન તેનો ભય અને ક્ષોભ ઢાંકવા માટે ઉતાવળે
મિસાઇલ પરીક્ષણની વેતરણમાં છે જેથી દેશની જનતાને બતાવી શકે કે, તૈયારી એના તરફથી પણ ચાલે છે.
પ્રશ્ન એ છે કે, આર્થિક દેવાળિયાની હાલતમાં પહોંચી ગયેલો દેશ
આ બધો ગંજાવર ખર્ચ કઇ રીતે વહન કરશે ? અફઘાનિસ્તાને ખોલેલો મોરચો
પણ કસોટીકારક છે. પીએમ શરીફ અને જનરલ મુનીરના બીજિંગ અને ન્યૂયોર્કના આંટાફેરા એટલે
જ વધી ગયા છે. દેશ ચલાવવા માટે હાથ લંબાવવામાં તેમને કોઇ બેશર્મી નડતી નથી. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                     
                                    