• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

વરસામેડી જમીન પચાવી પાડવાના કેસમાં ફરાર આરોપી મુંબઈથી દબોચાયો

ગાંધીધામ, તા. 30 : વરસામેડીની કરોડોની કિંમતની  જમીન પચાવી પાડવાના કારસામાં ફરાર આરોપીને  પોલીસે  ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી રણવીરસિંહ ઝાલાની  વરસામેડી સીમમા આવેલી જમીન આરોપીઓએ  હયાત નથી તેવા મૂળ માલિકનું ખોટું નામ ધારણ કરી  ખોટા પાવરનામાંના આધારે  જમીન બારોબાર વેચી મારી હતી.  અંજાર પોલીસે ચીટર ગેંગના પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા જ્યારે  સહ આરોપી પ્રકાશ પ્રેમજી દૈયા મુંબઈ હોવાની બાતમી મળતાં પોલીસની એક ટીમે મુંબઈ જઈને આરોપીને ઝડપી પાડયો હતો. હજુ બે આરોપીઓ અજીદ સૈયદ અને રાજુ અમરશી બારોટ  ફરાર છે.  

Panchang

dd