• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

નાની બન્નીમાં દીપડાએ બે પશુનાં મારણ કરતાં માલધારીઓમાં ભય

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 30 : નખત્રાણા તાલુકાના નાની બન્ની તરીકે ઓળખાતા વિસ્તારમાં સોમવારે એક દીપડાએ બે પશુનાં મારણ કરતાં માલધારીઓમાં ભય સાથે ચિંતા ફેલાઇ હતી.મોતીચૂર ગામના જત સુમરાભાઇએ કહ્યું હતું કે, સોમવારે આ ગામથી એક કિ.મી. દૂર પશુઓ પર આ રાની પશુએ હુમલો કરતાં એક ભેંસ અને એક વાછરડાનું મારણ થયું હતું. રહેઠાણ વિસ્તારથી એક કિ.મી. દૂર રાની પશુ પશુઓ પર હુમલો કરતાં માલધારીઆમાં ચિંતા પ્રસરી છે. માલધારીઓએ વન ખાતાને જાણ કરતાં તંત્ર સ્થળ પર નિરીક્ષણ કરીને કાર્યવાહીરૂપી મોતીચૂર ગામથી એક કિ.મી. દૂર પાંજરો ગોઠવી દીધાનું વનરક્ષક જીવિકાબેન ચૌધરીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના પહેલાં પણ એક રખડતાં પશુનું પણ મોતીચૂર વિસ્તારમાં રાની પશુએ મારણ કર્યું હતું. ઉપરાંત બાર મહિના પહેલાં તલ-લૈયારીના સીમાડામાં પણ બે-ત્રણ પશુનાં મારણ અને બેને ઇજા રાની પશુ પહોંચાડી ચૂક્યું છે. 

Panchang

dd