• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

હાજાપર-રેહા-ભારાપરનો સડક યોજના હેઠળ માર્ગ બન્યો ને જ દોઢસો ખાડા !

કોટડા (ચકાર), તા. 30 : હાજાપરથી રેહા-ભારાપરમાં મજબૂતાઇના દાવા સાથે પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનાવેલા 12 કિ.મી. ડામરના માર્ગ પર તાજેતરના વરસાદના લીધે દોઢસો જેટલા નાના-મોટા ખાડા પડી ગયા હતા. આ ખાડાઓને થીંગડા મારવા પંથકના સરપંચોએ ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાને રજૂઆત કરી હતી. સરકારી બાંધકામોમાં ટેન્ડરો પાસ કરાવવા ઉપરનીચે થતી ટકાવારીની લેતીદેતીના લીધે કામોની ગુણવત્તા ઘટતી હોવાની રાવ સાથે ગ્રામ્ય વિકાસની ચિંતા કરતા સેવકોએ આ રસ્તાની મુલાકાત લેવા કહ્યું હતું. રેહા સરપંચ ગેલુભા જોજા, કોટડા સરપંચ મનસુખ માકાણી, કિસાન સંઘ અગ્રણી રાસુભા જાડેજાએ માર્ગ બનાવવા જેને ઠેકો અપાયો હતો, તે કામ જોવા આવ્યા જ નથી અને આ બેદરકારીના પગલે પંથકમાં પડેલા દોઢસો ખાડાને થીંગડા મારી પ્રધાનમંત્રી સડક યોજના સાર્થક કરવા અપીલ કરી હતી. 

Panchang

dd