• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

કેવડિયાને 1220 કરોડની સોગાદ

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂા. 1220ના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.  એકતા નગર ખાતે રૂા. 56.33 કરોડના ખર્ચે ઋજઊઈ જજગગક ક્વાર્ટર્સ, રૂા. 303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન,રૂ.54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1), રૂા. 30 કરોડના ખર્ચે 25 ઈ-બસો, રૂા. 20.72 કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂા. 18.68 કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂા. 8.09 કરોડના ખર્ચે વોક વે(ફેઝ-2), રૂા. 5.55 કરોડનો એપ્રોચ રોડ, રૂા. 5.52 કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો, રૂા. 4.68 કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-2), રૂા. 3.18 કરોડના ખર્ચે સીસી રોડ, રૂા. 1.48 કરોડના ખર્ચે ડેમ રિપ્લિકા એન્ડ ગાર્ડન, રૂા. 1.09 કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું.નવનિર્મિત પ્રોજેક્ટો પ્રવાસીઓને વધારાની સુવિધા પૂરી પાડશે. રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વડાપ્રધાનના હસ્તે 10 મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. આમાં સૌથી મહત્વના પ્રોજેક્ટની વાત કરીએ તો રૂા. 367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ અૉફ રોયલ કિંગડમ્સ અૉફ ઈન્ડિયા, રૂા. 140.45 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, રૂા. 90.46 કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન, રૂા. 27.43 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાત ટ્રાવેલેટરનું એક્સ્ટેન્શન, રૂા. 23.60 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂા. 22.29ના ખર્ચે 24 મીટર એકતા નગર કોલોની રોડ, રૂા. 12.50 કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, રૂા. 3.48 કરોડના ઈઈંજિ બેરેકસ, રૂા. 12.50 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ, 12.85 કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું.  

Panchang

dd