ભુજ, તા. 30 : લાયન્સ હોસ્પિટલની વિસ્તરતી સેવાઓને જોઈને યુકેના
એક દાતાના સહકારથી પંચદિવસીય 220મો
મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 111 દર્દીઓના સફળ મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
તરીકે વ્યોમા મહેતા સાથે વિપુલ જેઠી, શૈલેશ માણેક ઉપસ્થિત રહ્યા હતા. દાતાના દાન-સહકાર બદલ ડાયાલિસીસ
દર્દીના સંબંધીઓએ આભાર માન્યો હતો. જિલ્લાના કોઈ પણ ગામમાં ફ્રી આંખ નિદાન કેમ્પનું
આયોજન કરવું હોય તો લાયન્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય છે તેવું યાદીમાં જણાવાયું હતું. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    